Uncategorized
કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા રોજગાર સલાહકાર સંકલન સમિતિની બેઠક
(વડોદરા, તા.૦૨)
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની, નિયામક રોજગાર અને તાલીમ કચેરી, ગાંધીનગર હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, તરસાલી વડોદરા દ્વારા કરવામાં આવેલી રોજગારલક્ષી કામગીરી અને સમગ્ર જિલ્લામાં રોજગાર અને સ્વરોજગાર અંગે થયેલ કામગીરીની સમીક્ષા કરવા માટે કલેક્ટર બી. એ. શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
ઉક્ત કામગીરી ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે જિલ્લા રોજગાર સલાહકાર સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. જેમા કલેકટરની અધ્યક્ષતામા તેની સમીક્ષા બેઠક દર બે માસે યોજવાની હોય છે. આ સમિતિમાં કારખાનાઓના પ્રતિનિધિ, વેપારી મંડળના પ્રતિનિધિઓ, મહિલા પ્રતિનિધિ, દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાના, એસ.સી તેમજ એસ.ટી. સમુદાય તેમજ લઘુમતી સમુદાયના પ્રતિનિધિ સહિત જેમા કુલ ૭ બિન સરકારી સભ્યો તેમજ રોજગાર અને સ્વરોજગાર યોજનાઓ સાથે સંકળ।યેલ વિભાગ કચેરીના અધિકારીઓ સભ્ય તરીકે હોય છે.
તાજેતરમાં યોજાયેલી આ સમિતિની બેઠકમાં જાન્યુઆરી ૨૪ થી નવેમ્બર ૨૪ સુધીના સમય ગાળ।ની કામગીરીની સમીક્ષા કરવામા આવી હતી. જેમા ઉમેદવારોની અનુબંધમ પોર્ટલ અને એનીએસ પોર્ટલ પર થયેલ ઓનલાઈન નામ નોંધણી, વ્યક્તિગત અને જુથ માર્ગદર્શન, વ્યક્તિગત કાઉન્સેલિંગ, રોજગાર ભરતી મેલા, સ્વરોજગાર શિબિર, લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી, પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ, સીએનવી એકટ ૧૯૫૯ હેઠળની રોજગાર બજાર માહિતીની કામગીરી, ઈન્સપેકશનની કામગીરી તેમજ વિદેશ રોજગારને શિક્ષણ અંગે યોજેલ સેમીનાર તેમજ વ્યક્તિગત માર્ગદર્શન, કરીઅર કોર્નર યોજના વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત સ્કુલ, આઈટીઆઈ તેમજ કોલેજ ખાતે આપેલ કરીઅર ટોક અને સેમીનાર કામગીરી અંગે સભ્ય સચીવ અને રોજગાર અધિકારી અલ્પેશ ચૌહાણ દ્વારા પીપીટી રજુ કરવામા આવ્યું હતું.
જાન્યુઆરી માસમાં તા ૫.૧.૨૦૨૫ થી તા ૧૫.૧.૨૦૨૫ દરમિયાન યોજાનાર અગ્નીવીર ભરતી રેલી અંગેની માહિતી આપવામા આવી હતી. સમિતિના અધ્યક્ષ કલેકટર બીજલ શાહ દ્વારા યોગ્ય જગ્યા પર યગ્ય વ્યક્તિ બેસે તે માટે સરકારી અને ખાનગી તેમજ મેન્યુફેકચરીંગ, સર્વિસ અને વેપાર ક્ષેત્રમાં જે મેનપાવરની જરુરીયાત છે તેમની પાસેથી ઈઆર – ૧ ની માહિતી તેમજ ખાલી જગ્યાની વિગતો મેળવીને ફ્રીમા યોગ્ય ઉમેદવાર પુરા પાડવા સેતુરુપ કામગીરી કરવા અને એમ્પ્લોયરની વેકન્સીની ગેપ પુરવા આયોજન કરવા તેના માટે જિલ્લાની તમામ યુનિવર્સીટી, કોલેજો અને આઈટીઆઈનો સંપર્ક કરીને રોજગાર કચેરીના અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર વધુમાં વધુ નામ નોંધણી કરાવવા સુચનાઓ આપવામા આવી હતી.
દિવ્યાંગ અને મહિલાઓને વધુ રોજગારીની તકો મળે તે માટે ખાસ દિવ્યાંગ અને મહિલાના રોજગાર ભરતી મેલા યોજવા જણાવવામા આવ્યુ. સરકારની સ્વરોજગારને લગતી યોજનાઓમાં પણ રોજગાર કચેરી ખાતે નોંધાયેલ ઉમેદવારોને તેમજ તાલીમ મેળવેલ ઉમેદવારોને રોજગારી અને સ્વરોજગારની યોજનાના લાભો અગ્રતાના ધોરણે પ્રાપ્ત થાય તે માટે અન્ય કચેરીઓ સાથે સંકલન કરીને જરુરીયાતમંદ ઉમેદવારોને મદદરુપ થવા સુચનાઓ આપવામા આવી હતી. રોજગાર કચેરી ખાતે ચાલતા ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ સેલ અને કાઉન્સેલર દ્વારા જિલ્લામા વધુમા વધુ સેફ લીગલ માઈગ્રેશન માટે તેમજ રોજગારી અને અભ્યાસ માટે વિદેશ ગમનમા થતા ફ્રોડ ધટાડવા સેમીનાર યોજવા અને જાગૃતી ફેલાવવા સુચના અપાઇ હતી.