Connect with us

Gujarat

સીમલીયા બારીયા ફળી ગામે જીલ્લા LCB એ રેડ કરીને દારુની બોટલોનો અધધધ જથ્થો ઝડપ્યો

Published

on

પંચમહાલ જીલ્લાના  ઘોઘંબા તાલુકાના સીમલીયા બારીયાફળી ગામેથી  લોકલક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે રેડ કરીને  વિદેશી દારૂના કવાટરીયા નંગ- ૧૧પ૨ કિ.રૂ.૧,૧૫,૨૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ ગોધરા રેન્જ, પોલીસ મહાનિરીક્ષક, આર.વી.અસારી નાઓએ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક, જયદીપસિંહ જાડેજા નાઓને અત્રેના જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપી હતી. તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર  એન.એલ. દેસાઇ એલ.સી.બી. ગોધરા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી રેઈડો કરવા સુચના કરી હતી. એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે  સીમલીયા બારીયાફળી ગામે ભટોડ ફળીયામાં રહેતો ભુરાભાઈ ચંદુભાઈ બારીયા નાનો તેના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી મુકી રાખ્યો છે. આથી  બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે સીમલીયા બારીયાફળી ગામે ભુરાભાઈ ચંદુભાઈ બારીયાના ઘરે રેઇડ કર  પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો. કવાટરીયા નંગ-૧૧૫૨ કી.રૂ.૧,૧૫,૨૦૦/-  જપ્ત કરીને

Advertisement

આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી દામાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોધીને કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!