Connect with us

Chhota Udepur

૭૭મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં કવાંટ ખાતે હર્ષોલ્લાસ સાથે કરાઈ

Published

on

District level celebration of 77th Independence Day was celebrated with gaiety at Kawant under the chairmanship of Education Minister.

પ્રતિનિધિ, કાજર બારીયા

( અવધ એક્સપ્રેસ)

Advertisement

છોટાઉદેપુર જિલ્લામાં ૭૭મા સ્વાતંત્ર દિનની જિલ્લાકક્ષાની ઉજવણી ડો.કુબેરભાઈ ડીંડોર કેબીનેટ મંત્રી, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક, અને પ્રૌઢ શિક્ષણ વિભાગની ઉપસ્થિતિમાં ઈએમઆરએસ સ્કુલ, કવાંટ ખાતે કરાઈ હતી. જીલ્લા કક્ષાના સ્વાતંત્ર દિનની ઉજવણીમાં અન્ય મહાનુભાવોમાં જીલ્લા કલેકટર સ્તુતિ ચારણ, સાંસદસભ્ય ગીતાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લાના કલેકટર, ડીડીઓ, પોલીસ અધિક્ષક, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ, પદ્મ પરેશ રાઠવા, જિલ્લા-તાલુકા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લાનો અધિકારીગણ, ગ્રામજનો વિદ્યાર્થી આલમ ઉપસ્થિત રહી હર્ષોલ્લાસ સાથે ૭૭માં સ્વાતંત્ર દિનની ઉજવણી કરી હતી. સવારે ૯ કલાકે ઈએમઆરએસના ગ્રાઉન્ડમાં ખુશનુમા વાતાવરણ અને આછો તડકો હોવાથી વારસાદના વિધ્નવિના સંસ્કૃતિક કાર્યક્રમની અને ધ્વજવંદન થઈ શક્યું હતું.

માનનીય ડો.કુબેરભાઈ ડીંડોરે ધ્વજવંદન કરી, પોતાના વક્તવ્યમાં ગુજરાતની યશગાથા વર્ણવી આપણા મુખ્યમંત્રી અને વડાપ્રધાનના કાર્યોને બિરદાવ્યા હતા તેમજ જણાવ્યું હતું કે ગુજરાત એટલે સૌજન્ય, શુરવીરો અને સાહિત્યકારોની ભૂમિ, ગુજરાત એટલે વંચિતોનો વિકાસ, શિક્ષણનો સાગર, આરોગ્યમાં અગ્રેસર, નવા રસ્તાઓ તથા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે ગરવું ગુજરાત. ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં યુનિવર્સિટીઓ, મેડિકલ કોલેજો, જમીનના હક્ક આપી તેમનું સામાજિક શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન કરવા અનેક નિર્ણયો લીધા છે. આ ઉપરાંત શિક્ષણમંત્રીએ છોટાઉદેપુર જીલ્લામાં રાજ્ય સરકારે કરેલી ઉપલબ્ધિઓની ઝાંખી કરાવી હતી જેમાં મુખ્યત્વે આદિજાતિ વિભાગની ઉપલબ્ધિઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા યોજના, દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, સ્વચ્છ ભારત મિશન, શિક્ષણ ક્ષેત્રે લીધેલા પગલા, જીલ્લામાં આયોજનમાં લીધેલ કામોનો આંકડાકીય ચિતાર રજુ કર્યો હતો.

Advertisement

ઉલ્લેખનીય છે કે ૯મી ઓગસ્ટથી સમગ્ર દેશ અને રાજ્યમાં મેરી માટી, મેરા દેશ અભિયાન શરૂ થયું છે જેમાં આપણા નાગરીકોએ ઉત્સાહભેર ભાગ લઈ આઝાદીના લડવૈયા એવા અનેક નામી- અનામિ વીરોને યાદ કરી વંદન કર્યા છે.
આ કાર્યક્રમમાં કેબીનેટમંત્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર દ્વારા ડો.કુબેરભાઈ ડીંડોરના હસ્તે વિકાસલક્ષી કાર્યો અર્થે કવાંટ ટીડીઓને ૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં હાફેશ્વરની જવાહર નવોદય વિદ્યાલય તેમજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત પોલીસ સ્ટાફની બહેનો દ્વારા ગરબો રજુ કરાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લામાં વિવિધક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર જીલ્લા વહીવટી તંત્રના આધિકારીઓ, કર્મચારીઓ અને જીલ્લાના વિશેષ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં રાષ્ટ્ર્રગાન બાદ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

District level celebration of 77th Independence Day was celebrated with gaiety at Kawant under the chairmanship of Education Minister.

આ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા, જેતપુર ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, જિલ્લા પોલીસ વડા ઈમ્તિહાસ શૈખ, અધિક નિવાસી કલેક્ટર કે.ડી ભગત, વિવિધ અગ્રણીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને ગ્રામજનોનો સલામી, સંસ્કૃતિક કાર્યક્રમ અને વૃક્ષારોપણમાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

માનનીય શિક્ષણ મંત્રીના પ્રવચનમાં શિક્ષણ ક્ષેત્રે છોટાઉદેપુર જીલ્લામાં થયેલા કાર્યોની ઝાંખી:

૮૮ એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ શાળા, જે પૈકી ૪૩ કન્યા સાક્ષરતા નિવાસી શાળા, ૧૨ મોડેલ શાળાઓ અને ૨ સૈનિક શાળાઓમાં ૩૩ હજાર વિદ્યાર્થીઓને મળી રહી છે ગુણવત્તાસભર શિક્ષણની સવલત. ૬૬૧ જેટલી આશ્રમ શાળાઓ, આદર્શ નિવાસી શાળાઓ અને એકલવ્ય શાળાઓના ૧,૩૫,૦૦૦વિદ્યાર્થીઓને રહેવા, જમવા, અને અભ્યાસની સુવિધા પુરી પાડવા રુ.૩૭૪ કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

Advertisement

કન્યા સાક્ષરતા નિવાસી શાળા (ગર્લ્સ)માં ભણતી અંદાજે ૧૫,૦૦૦ જેટલી વિદ્યાર્થીઓને રહેવા, જમવા, અને શિક્ષણ માટે વર્ષ ૨૦૨૩-૨૪ માટે રુ.૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

છોટાઉદેપુર જીલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત ૧૧૭પ્રાથમિક શાળા માં ૪૩૧ ઓરડા મંજૂર થયેલ છે તે પૈકી ૪૯ પ્રાથમિક શાળા માં ૨૧૪ ઓરડા ના વર્ક ઓર્ડર મળેલ છે. બાકી રહેતી ૬૮ પ્રાથમિક શાળા ના ૨૧૭ ઓરડા ઓ ટેન્ડર પ્રોસેસ માં છે.

Advertisement

છોટાઉદેપુર જિલ્લામાં સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ૫૨ પ્રાથમિક શાળા માં અપગ્રેડેશનની કામગીરી મંજૂર થયેલ છે.

છોટાઉદપુર જીલ્લામાં ૧૫૭ પ્રાથમિક શાળા માં બોયસ ટોઇલેટ બ્લોક અને ૧૪૯ પ્રાથમિક શાળામાં ગર્લ્સ ટોઇલેટ બ્લોકનું કામ મંજૂર થયેલ છે.સમગ્ર શિક્ષા અંતર્ગત છોટાઉદેપુર તાલુકામાં હરપાલપૂરા ખાતે (૨૦૦ કન્યાઓ માટે) કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય (કે .જી.બી.વી.) બનાવવાનું કામ મંજૂર થયેલ છે.

Advertisement

છોટાઉદેપુર જીલ્લામાં ૬૩ પ્રાથમિક શાળામાં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ મંજૂર થયેલ છે. છોટાઉદેપુર જીલ્લામાં ૧૧૯ પ્રાથમિક શાળામાં ઓરડા રિપેરિંગનું કામ મંજૂર થયેલ છે.

Advertisement
error: Content is protected !!