Chhota Udepur

જીલ્લા કક્ષાની દિશા કમિટી ત્રી-માસિક ની બેઠક સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

ત્રણ માસને અંતે યોજાતી દિશા કમિટીની મીટીંગ આજરોજ સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. છોટાઉદેપુરના જીલ્લા સેવા સદનના સંકલન હોલમાં ઓક્ટોબર-૨૦૨૩ અંતિત બેઠક આજરોજ સાંસદ ઉપરાંત, જીલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, તમામ તાલુકાના નવનિયુક્ત તાલુકા પંચાયત પ્રમુખો, પ્રાયોજના અધિકારી સચીનકુમાર, નિવાસી અધિક કલેકટર કેડી ભગત, નગરપાલિકા ચીફ ઓફિસર, નાયબ જીલ્લા વિકાસ અધિકારી, સંકલન સમિતિની તમામ કચેરીના આધિકારીઓ, કર્મચારીઓની હાજરીમાં સંપન્ન થઈ હતી. જેમાં ચીફ ઓફિસરે શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં નવા થનારા બાંધકામ, અકલબારામાં નવા ફાયર સ્ટેશનની સેદ્ધાંતિક મંજુરી, લેગસી વેસ્ટનો નિકાલ વગેરે મુદ્દાઓની માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ૧૫ દિવસમાં ૫૦ હજાર કરતા વધારે આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જીલ્લાના ૧૨ ગ્રામ્ય વિસ્તાર એવા છે જેમાં ૧૦૦% આયુષ્માન કાર્ડ નીકળી ગયેલ છે અને હજુ જે ગામમાં ૯૦% થયેલ છે તેના પર કેન્દ્રિત કરીને તેને પણ ૧૦૦% કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરેલ છે.

Advertisement

પ્રાથમિક શિક્ષણાધિકારીએ સમગ્ર શિક્ષાની માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર શિક્ષા અંતર્ગત જીલ્લામાં કૂલ ૪૩૧ નવા ઓરડાઓ મંજુર થયેલ છે અને સ્કુલ ઓફ એકસલન્સ હેઠળ ૫૨ શાળાઓને અપગ્રેડ કરવાની યોજના મંજુર થયેલ છે. આઈસીડીએસ વિભાગ હેઠળ જીલ્લામાં કૂલ ૯૬% આંગણવાડીઓનું બાંધકામ થઈ ગયેલ છે. જયારે ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અગાઉ ૫ એકર જમીનની ફેન્સીંગના બદલે હવે એક કરતા વધારે ખેડૂત મળીને ૨.૫ એકર જમીનમાં ફેન્સીંગ, જટકા મશીન અને સોલાર ફેન્સીંગ માટે અરજી કરી શકે છે. નેશનલ હાઈવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શીહોદ પુલ માટે ડાયવર્ઝન માટે કૂલ ૨.૪૦ કરોડની રકમ મંજુર થયેલ છે જેનું ટુક સમયમાં કામ શરુ કરવામાં આવશે. આ ઉપરાંત વાસ્મો, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બીએસએનએલ, રેલ્વે, પશુપાલન, સમાજ સુરક્ષા કચેરી વગેરે કચેરીઓ-એજ્ન્સીઓના અધિકારીઓએ યોજનાઓ અને કાર્યોની વિગતો અધ્યક્ષ સમક્ષ પૂરી પડી હતી. સમગ્ર દિશા કમિટીની બેઠકનું સંકલન નિવાસી કલેકટર કે.ડી ભગતે કર્યું હતું, બેઠકના અધ્યક્ષ તેવા ગીતાબેને સર્વે અધિકારીઓનો આભાર માન્યો હતો.

Advertisement

Trending

Exit mobile version