Vadodara

જિલ્લા કક્ષાની STEM ક્વિઝ ડેસર હાઈસ્કૂલ ખાતે યોજાઈ ગઈ…

Published

on

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, વડોદરા દ્વારા ધોરણ – ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે આયોજિત STEM ક્વિઝ આજ રોજ શ્રી એમ. કે. શાહ હાઈસ્કૂલ, ડેસર સેન્ટરમાં યોજાઈ ગઈ.
કો ઓર્ડીનેટર રાકેશભાઈ રબારી, સેન્ટર સંચાલક શૈલેશ એમ. માછી, શાળાના સાયન્સ શિક્ષક પરેશભાઈ, ઝંખનાબેન, કમલભાઈ, દેવેન્દ્રસિંહ રાઠોડ તેમજ ટેકનિકલ સપોર્ટર બિરજુભાઈની ઉપસ્થિતિ માં અગાઉથી રજિસ્ટ્રેશન કરેલ શાળાના ૬૫ જેટલા વિદ્યાર્થીઓએ આજે બપોરે ૨ થી ૩ માં ઓનલાઇન STEM ક્વિઝ આપી હતી.


ક્વિઝ માં વિજ્ઞાન અને ટેકનલોજીમાં વિદ્યાર્થીઓની રસ રુચિ વધારે તેવા પ્રશ્નો પૂછાયા હતા. અંતે સૌ અલ્પાહાર કરીને છૂટા પડ્યાં પડ્યાં.
ગરમીના દિવસોમાં ભર બપોરે શાળાએ આવીને ક્વિઝ ને સફળ બનાવવા બદલ વિદ્યાર્થી,વાલીઓ અને શિક્ષકોનો શાળાના આચાર્યશ્રી શૈલેશભાઈ માછીએ આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Trending

Exit mobile version