Gujarat
ગોધરા ખાતે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને ફોરવર્ડ લિંકેજ વિષય ઉપર જિલ્લા કક્ષાનો વર્કશોપ “સ્વચ્છતા સંવાદ” યોજાયો
વડાપ્રધાને આપેલા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આરંભાયેલ “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪” પખવાડિયા અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને ફોરવર્ડ લિંકેજ વિષય પર જિલ્લા કક્ષાના “સ્વચ્છતા સંવાદ” વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ અને ડીઆરડીએ નિયામકના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ જિલ્લા કક્ષાના વર્કશોપને ખુલ્લો મૂકાયો હતો.
આ સ્વચ્છતા સંવાદ વર્કશોપમાં CCE સંસ્થાના ટ્રેનર પ્રેમજીભાઈ વાલસુર દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ વિષય અંગે જાણકારી આપી પ્લાસ્ટિક વપરાશથી થતાં નુકશાન અને પ્લાસ્ટિકના વૈજ્ઞાનિક ઢબે નિકાલ વિશે વિસ્તૃત ચર્ચા કરી સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં સરપંચ, તલાટી, વોર્ડ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, સ્વ સહાય જૂથની બહેનો, યુવક મંડળના સભ્યો સહિત તાલુકા સ્ટાફગણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.