Gujarat

૨૧મી જૂને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરાશે

Published

on

પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા આગામી ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. પંચમહાલ જિલ્લાના દરેક મહત્વના તેમજ હેરિટેજ સ્થળોની સાથે સાથે તમામ તાલુકાઓ/નગરપાલિકાઓ, ગ્રામ્ય, શાળા-કોલેજો અને અન્ય સંસ્થાઓ ખાતે બહોળી સંખ્યામાં યોગ સાધકો ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર યોગાભ્યાસ કરશે.

જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે આજે નાયબ ક્લેક્ટર અને પ્રાંત અધિકારી, ગોધરા પ્રવિણસિંહ જૈતાવતના અધ્યક્ષ સ્થાને તાલુકા સેવા સદન ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી. કાર્યક્રમના સુચારૂ આયોજન અને પૂર્વ તૈયારી અર્થે યોજાયેલી આ બેઠકમાં પ્રાંત અધિકારીએ સંબધિત વિભાગના અધિકારી અને કર્મચારીઓને જરૂરી સૂચના આપી હતી. જિલ્લામાં વિવિધ સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે, જેને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં છે. લોકો યોગ પ્રત્યે જાગૃત્ત બને અને વધુમાં વધુ નાગરિકો યોગાભ્યાસમાં જોડાઈને યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવા હેતુ સાથે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Advertisement

દરેક કાર્યક્રમોમાં માસ્ટર ટ્રેનર્સ અને કો-ઓર્ડિનેટર્સ દ્વારા યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમોનું સંચાલન કરવામાં આવશે. કાર્યક્રમના દરેક સ્થળોએ પાયાની સુવિધાઓ સાથે કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચનો કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં જિલ્લા રમત વિકાસ અધિકારી પ્રતાપસિંહ પસાયા, અમલીકરણ અધિકારીઓ, યોગા ઈન્સ્ટ્રક્ટરો અને વિવિધ યોગ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમના સુચારૂ આયોજન અને પૂર્વ તૈયારી અર્થે ગોધરા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

Advertisement

‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર યોગમય બનશે પંચમહાલ જિલ્લો, નાગરિકોને કાર્યક્રમમાં સહભાગી થવા અપીલ

Advertisement

Trending

Exit mobile version