Chhota Udepur
એસ.એફ હાઈસ્કુલમાં જીલ્લા કક્ષાનો યુવા ઉત્સવ સંપન્ન થયો

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
કમિશ્નરશ્રી યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવુતીઓ ગાંધીનગરના ઉપક્રમે જીલ્લા યુવા અને સંસ્કૃતિક પ્રવુતીઓની કચેરી છોટાઉદેપુર તેમજ એસએફ હાઈસ્કુલના સંયુક્ત સહયોગથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુથ એ જોબ ક્રિએટરની થીમ આધારિત જીલ્લા કક્ષા યુવા ઉત્સવનો કાર્યક્રમ સંપન્ન આજરોજ કરવામાં આવ્યો હતો.
સમારંભમાં જીલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, અતિથી વિશેષ સજ્જનબેન રાઠવા, માજી ધારાસભ્ય પ્રો.શંકરભાઈ રાઠવા, એસએફ હાઈસ્કુલ તેમજ કોલેજના આચાર્ય, જીલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉવા ઉત્સવમાં તાલુકા કક્ષાએથી ૧૫ કૃતિઓ, જીલ્લા કક્ષાએ ૧૮ કૃતિઓ ત્રણ વિભાગ માં રજુ થઈ હતી. જેમાં કૂલ ૨૫૦ કરતા વધારે વિદ્યાર્થીઓ તેમજ ઓપન વિભાગના સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા ટીમ હવે પ્રદેશ કક્ષાએ છોટાઉદેપુર જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. યુવા ઉત્સવની સાથે સાથે વિજ્ઞાન મેળાનું પણ આયોજન એસએફ હાઈસ્કુલના કેમ્પસમાં ગોઠવવામાં આવ્યું હતું.