Panchmahal

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગોધરા, ફુટબોલ ખેલો ઇન્ડીયા સેન્ટરની માન્યતા મળી

Published

on

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલિત ગોધરા સ્થિત કનેલાવ ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ફુટબોલ ખેલો ઇન્ડીયા સેન્ટરની માન્યતા મળી છે. આ સેન્ટર દ્વારા ખેલાડીઓને નિષ્ણાંત કોચ થકી વિનામુલ્યે તાલીમ અને સાધનો જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવશે.અત્યારે આ મેદાન ખાતે બહોળી સંખ્યામાં ખેલાડીઓ તાલીમ મેળવી રહ્યા છે.

આવનાર સમયમાં પંચમહાલ જિલ્લાના ખેલાડીઓ વિવિધ રમતોત્સવમાં ભાગ લઈને રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય કક્ષાએ જિલ્લાનું અને રાજ્યનું પ્રતિનિધિ કરીને સિધ્ધિ મેળવી શકે તેના અનુસંધાને સરકારતરફથી ફુટબોલ ખેલો ઇન્ડીયા સેન્ટરની માન્યતા મળી છે.તેમ ડી.એસ.ડી.ઓ. પ્રતાપ પસાયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Trending

Exit mobile version