Chhota Udepur
જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તથા દિપક ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર નાં રંગપુર (સ) તથા સા.આ.કેન્દ્ર ઝોઝ ખાતે એક્ષરે નિદાન કેમ્પ યોજાયો
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લા નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપુર (સઢલી) તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ ખાતે ટીબી રોગના દર્દીઓ શોધવા માટે એક્ષરે નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં અનુક્રમે રંગપુર માં ૬૯ તથા ઝોઝ ખાતે ૭૦ જેટલા ટીબી રોગની તપાસ માટે મફતમાં એક્ષરે કાઢી આપવા માં આવ્યા હતા,આ ઉપરાંત આંખ ની પણ તપાસ કરવામાં આવી હતી.
યોજાયેલા આ એક્ષરે નિદાન કેમ્પ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપુર ના ડો.જયેશ રાઠવા તથા તાલુકા આરોગ્ય સુપરવાઈઝર પીકે વણકર તથા ટીબી સુપરવાઈઝર મનહરભાઈ વણકર અને ટીબી લેબોરેટરી સુપરવાઈઝર પરેશભાઈ વૈદ્ય સહિત નાં આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ તથા જિલ્લા ટીબી એચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા સાઆકેન્દ્ર ઝોઝ નાં મેડિકલ ઓફિસર ડો.સેજલ રાઠવા ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.