Chhota Udepur

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા નવી ભરતી નાં તબીબી અઘિકારીઓ ને ટીબી અંગેની તાલીમ અપાઇ.

Published

on

(પ્રતિનિધિ કાજર બારીયા)

છોટાઉદેપુર જિલ્લાના ૩૪  નવી ભરતી નાં તબીબી અઘિકારીઓ ને ટીબી કાર્યક્રમ અંતર્ગત ત્રણ દિવસીય તાલીમ શિબિર યોજાઈ હતી જેમાં જિલ્લા ક્ષય અધિકારી અને ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ દ્વારા નેશનલ ટીબી નાબૂદી કાર્યકમ અંતર્ગત મેડિકલ ઓફિસરની કરવા ની થતી કામગીરી બાબતે ખુબ ઉંડાણ પૂર્વક તાલિમ આપવામાં આવી હતી.

Advertisement

તાલીમ સેશન માં સ્ટેટ માંથી ડબલ્યુ એચ ઓ એનટીઈપી ડો. હાર્દિક નકશીવાલા તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં મેડિકલ ઓફિસર ડો કુલદીપ શર્મા તથા જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર કુલદીપસિંહ ગોહિલ તેમજ જિલ્લા પીએમડીટી અને જિલ્લા ટીબીએચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા દ્વારા પણ અલગ અલગ મુદ્દાઓ પર મેડિકલ ઓફિસરને તાલીમ આપવામાં આવી હતી.

ત્રી દિવસીય તાલીમ બાદ તમામ ને પ્રમાણપત્રો એનાયત કરી તાલીમ શિબિર ની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

Advertisement

Trending

Exit mobile version