Chhota Udepur
જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા રંગોળી તૈયાર કરી ને ટીબી રોગ નાબૂદી નો સંદેશ આપવામાં આવ્યો
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
ટીબી રોગ નાબૂદી માટે વિવિધ પ્રકારે સમુદાય માંથી વહેલી તકે એટલે કે ટીબી મુક્ત ગામ, ટીબી મુક્ત પંચાયત ની જેવા સ્લોગન સાથે દેશમાં થી વર્ષ ૨૦૨૫ સુધી માં ટીબી રોગને દેશવટો આપવા નાં હેતુસર દેશવ્યાપી ઝુંબેશ શરૂ થઈ રહી છે.
ત્યારે જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ ની સુચના હેઠળ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે “ટીબી હારેગા દેશ જિતેગા” ટીબી મૂક્ત ભારત રંગોળી તૈયાર કરી ને ટીબી રોગ વિશે જનજાગૃતિ અભિયાન નાં ભાગરૂપે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં મેડિકલ ઓફિસર ડો કુલદીપ શર્મા નાં માર્ગદર્શન હેઠળ રંગોળી પૂરવામા આવી હતી, જેમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં વાલસિંગભાઇ રાઠવા, પરેશભાઈ વૈદ્ય, રેખાબેન રાઠવા, મનિષ મોદી, મનહરભાઈ વણકર, બ્રિજેશ ગુપ્તા, વસંતભાઈ સોલંકી, કેતનભાઈ રાઠવા, મનિષ રાઠવા, વિપુલ રાઠવા સહિત નાં કર્મચારીઓ દ્વારા સુંદર રંગોળી તૈયાર કરવામાં આવી હતી.