Chhota Udepur
જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત નાં સૂત્ર ને સાકાર કરવા “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લેવામાં આવી
(પ્રતિનિધિ કાજર બારીયા)
ગુજરાત વિકાસ યાત્રા ને અવિરત ચાલુ રાખી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસન ના પગલાં નાં ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા દરવર્ષે સમગ્ર રાજ્યમાં ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવવા નું નક્કી કરવામાં આવેલ છે તે અંતર્ગત આજરોજ જિલ્લા ક્ષય કેન્દ્ર અને ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણની ઉપસ્થિતિ માં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં મેડિકલ ઓફિસર ડો કુલદીપ શર્મા તથા જિલ્લા તાલીમ કેન્દ્ર નાં સિનિયર મેડિકલ ઓફિસર ડો આશિષ બારીયા સહિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ એ દેશનાં સમૃદ્ધ વારસા નુ ગૌરવ અને દેશના બંધારણીય મૂલ્યો નુ જતન કરવા , ધર્મ જાતિ ના તમામ બંધનો માંથી મુક્ત રહી બંધુતા ની ભાવના સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત ના સૂત્ર ને સાકાર કરવા ભારત ની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ અને દેશના માનનીય વડાપ્રધાન એ જોયેલ વિકસિત ભારત નાં સ્વપ્ન ને સાકાર કરવા મન વચન અને કર્મથી તત્પર રહીશ અને “રાષ્ટ્ર પ્રથમ” ના મંત્ર ને જીવન મંત્ર બનાવી દેશના વિકાસ અને કલ્યાણ માટે તન મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ ની “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી તેમ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં વાલસિંગભાઈ રાઠવા એ જણાવ્યું હતું.