Chhota Udepur
જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા કવાંટ ખાતે ટીબી રોગ વિશે લોકો માં જાગૃતતા આવે તે હેતુથી ભવાઈ ભજવાઈ
પ્રતિનિધિ,કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર અને તાલુકા આરોગ્ય કચેરી નાં સંયુકત આયોજન નાં ભાગરૂપે આજે કવાંટ નગરના નસવાડી ચારરસ્તા પાસે સમાજમાં ટીબી રોગ વિશે જાગ્રુતતા આવે તે હેતુથી જય મોગલ યુવક મંડળ ભલાડા નાં ભવાઈ કલાકારો દ્વારા તેમની આગવી શૈલીમાં મનોરંજન સાથે ટીબી રોગના લક્ષણો, તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપી હતી હતી.
જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો પ્રશાંત વણકર તથા કવાંટ તાલુકાના ટીબી સુપરવાઈઝરો રફીકભાઇ સોની તથા અરવિંદભાઈ રાઠવા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપલદી નાં આરોગ્ય કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી મનોરંજન સાથે ટીબી રોગની વિસ્તૃત જાણકારી મેળવી હતી.