Chhota Udepur
જિલ્લા ક્ષય અધિકારી નસવાડી તાલુકાની મુલાકાત મુલાકાતે.
પ્રતિનિધિ, કાજર બારીયા
આજે જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ એ નસવાડી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરેડા,આમરોલી તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ગઢબોરીયાદ અને નસવાડી ની મુલાકાત લીધી હતી, મુલાકાત દરમિયાન જિલ્લા ટીબી એચ આઈ વી કો ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા તથા તાલુકા ટીબી લેબોરેટરી સુપરવાઈઝર રફિકભાઇ સોની તથા ઓમપ્રકાશ કામોલ પણ સાથે રહ્યા હતા.
તમામ સેન્ટરોમાં ટીબી ની કામગીરી નું નિરીક્ષણ કરીને ટીબી રોગના નવા દર્દીઓ વહેલી તકે શોધી કાઢવા તથા ટીબી રોગની સારવાર લઈ રહેલા દર્દીઓને સીધા નિરીક્ષણ હેઠળ ની સારવાર થકી રોગમુક્ત કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા, જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આમરોલી ખાતે અઠવાડીક મિટિંગમાં હાજર મેડિકલ ઓફિસર ડો.જિતેન રાઠવા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં તમામ આરોગ્ય કર્મચારીઓ તથા આશા બહેનો ને ટીબી ની કામગીરી બાબતે સેન્સિટાઈઝ કર્યા હતા.