Panchmahal
ઘોઘંબાના રણજીત નગર ખાતે દિવ્ય શાકોત્સવનુ આયોજન કરવામાં આવ્યું

ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે વડતાલ મંદિર દ્રીશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સમગ્ર સત્સંગ સમાજ રણજીત નગર દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કર્યું હતું જેમાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ હાજરી આપી સ્વામિનારાયણ ભગવાનની આરતી કરી હતી
પૂનમના પાવન અવસરે પૂજ્ય ગુરુવર્ય શ.વિશ્વવલ્લભદાસજી સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વામી ભક્તો દ્વારા રીંગણનું ભરથું અને ગરમાં ગરમ રોટલા નો પ્રસાદ સ્વામીજીને ધરાવી ગ્રામજનોએ પ્રસાદ લીધો હતો દિવ્ય શાકોત્સવમાં રણજીતનગરના આગેવાનો શૈલેષભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ, મિતલભાઇ પટેલ સહિત હાલોલ, ઘોઘંબા તથા કાલોલ તાલુકાના સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા