Panchmahal
હાલોલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરાઇ.
(સુરેન્દ્ર શાહ દ્વારા)
હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પ. પૂ. મહંત સ્વામી મહારાજ ની પ્રેરણાથી મહાપૂજા,પ્રતીક ઝોળી પર્વ અને દિવ્ય શાકોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સ્વામિ નારાયણ મંદિર ખાતે શાકોત્સવ માં મુખ્ય રૂપ થી BAPS સંપ્રદાયના પૂ. રંગ સ્વામી, સાધુ વરણીરાજદાસ તેમજ સાધુ ધર્મેશશ્વરદાસ મહારાજ ની ઉપસ્થિતિ માં ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પૂ.શ્રીરંગ સ્વામીએ પ્રવચન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ભગવાન સ્વામી નારાયને લોયાધામ માં દિવ્ય શાકોત્સવમાં ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે ૧૮ મણ ઘી અને ૬૦ મણ રીંગણનો વધાર કરી ને શાક બનાવીને ભક્તોને હેત પુર્વક શાક પીરસીને જમાડ્યા હતા જેની સ્મૃતિ સ્વરૂપે BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિવેણી ઉત્સવ નું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યા માં હરી ભક્તો હાજર રહ્યા હતા અને તમામ હરી ભક્તો એ મહાપૂજા,પ્રતીક ઝોળી પર્વ અને શાકોત્સવ નો લાભ લીધો હતો સ્વામિનારાયણ સંપ્રદાય મા પ્રતિવર્ષે શાકોત્સવ નુ આયોજન કરવામાં આવેછે આ મહાપ્રસાદ બનાવવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય ના નિષ્ણાંત સંતો આવેછે આયુર્વેદિક ની દ્રષ્ટિએ સદર શાક નુ સેવન હરિ ભક્તોના શરીર માટે લાભ દાયક હોય છે