Connect with us

Panchmahal

ગોધરા ખાતે દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું આયોજન કરાયું

Published

on

Divyang Sadhan Sahai Camp was organized at Godhra

જિલ્લાના ૧૫૦ દિવ્યાંગ બાળકોને વિવિધ સહાયના સાધનો વિતરણ કરાયા

ગોધરા સ્થિત આંબેડકર હોલ ખાતે દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું આયોજન “ રેનિટા ચેરીટેબલ ટ્રસ્ટ અને LZWL MOTORS INDIA PVT.LTD હાલોલ જી.પંચમહાલના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું હતું.જિલ્લા કલેકટર આશિષ કુમાર અને મહિલા આયોગના ચેરમેન ગુજરાત રાજ્ય શોભનાબેન રાવલની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાગત થકી કરાઈ હતી.ભારવીબેન વ્યાસ દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

Advertisement

Divyang Sadhan Sahai Camp was organized at Godhra

આ તકે વિવિધ મહાનુભાવોના હસ્તે પંચમહાલ જિલ્લાના અંતરિયાળ ગામોના ૧૫૦ જેટલા દિવ્યાંગ બાળકોને ટ્રાયસિકલ,વ્હીલચેર,એમ.આર.કીટ તેમજ હીયરીંગ મશીનનું વિતરણ નિ:શુલ્ક વિતરણ કરાયું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં રેનિટાબેન ચેરીટેબલ ટ્રસ્ટનાં સી.ઈ.ઓ. કમલ વ્યાસનું અમુલ્ય યોગદાન હતું.

Advertisement

આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જીજ્ઞેશનભાઈ લખારા,જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ, વિવિધ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Advertisement
error: Content is protected !!