Connect with us

Chhota Udepur

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આજથી ઠેર ઠેર દિવાસા નાં તહેવાર ની ભારે આસ્થાભેર ઉજવણી શરું.

Published

on

Diwasa festival is celebrated with great enthusiasm in the tribal areas of Chotaudepur district from today.

(પ્રતિનિધિ કાજર બારીયા)

છોટાઉદેપુર જિલ્લા માં ૯૦ ટકા કરતાં વધુ આદિવાસી સમાજ વસે છે,ખાસ કરીને દિવાસો એ આદિવાસીઓ માટે વર્ષ ની શરૂઆત નો ત્રીજો તહેવાર કહીં શકાય કારણ કે આદિવાસીઓ અખાત્રીજે નવા વર્ષની શરૂઆત ગણતાં હોય છે, એ વર્ષ ની શરૂઆત અખાત્રીજ‌ ત્યાર બાદ ઉજાણી ત્રીજો દિવાસો. આમ તો અન્ય વિસ્તારોમાં માં પણ દિવાસો ઊજવાય છે પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં દિવાહાનો રંગ જ કાંઈક અલગ છે, ગામેગામ દિવાસા ના તહેવાર માટે ગામ આગેવાનો દ્વારા ગામ ઢગલી વળવા (મિટિંગ ) કરવામાં આવે છે અને ગામ પટેલ, ગામ પૂજારા અને ડાહ્યા ની ઉપસ્થિતિમાં સર્વાનુમતે દિવાહો કાહના દાહડે વાળવા તે નક્કી કરવામાં આવે છે, જેમાં ગામો પ્રમાણે કેટલાક ગામોમાં દેવે દેવ એટલે કે ગુરુવારે દેવ પુજવાનો નક્કી કરવામાં આવે છે તો અન્ય કેટલાક ગામોમાં દિતવારીયો દેવ એટલે કે રવિવારે દેવ પુજવાનુ રાખવામાં આવે છે તો કેટલાક ગામોમાં મંગળવારે કાતો બુધવારે પણ દેવ પુજાતો હોય છે, જે દરેક ગામમાં અલગ અલગ ખાસિયતો હોય છે જે વર્ષોથી ચાલી આવતી હોય છે. નક્કી કરવામાં આવેલ તહેવાર ની જાણકારી ફળીયે ફળીયે આપવા માટે ગામનાં કોટવાળ ને ગામપટેલ દ્વારા સૂચના આપવામાં આવે છે તે પ્રમાણે તે ફળીયે જઇને પોતાની આગવી શૈલીમાં..એ… દિવાસો કરવા નો છે … આ હાટે બધાએ હાટ કરવા નો છે..! તેમ અને તે અગાઉ નજીક ના કોઈ પણ સ્થળે હાટ ભરાતા હોય તે પ્રમાણે હાટ કરી લેવા સુધી ની જાણકારી આપવામાં આવતી હોય છે જેને લઈને સૌ એ તે પ્રમાણે તહેવાર માં જોઇતી સામગ્રી લેવા માટે હાટમા ઉમટી પડતા હોય છે આમ અહીં ના આદિવાસીઓ તહેવાર દરમિયાન ઉપયોગી વસ્તુ ઓ ની પણ સામુહિક રીતે ખરીદી કરતા હોય છે

Advertisement

Diwasa festival is celebrated with great enthusiasm in the tribal areas of Chotaudepur district from today.

અહીં ના આદિવાસીઓ પ્રકૃતિ ને પૂજવામાં માં માને છે અને પ્રકુતી એજ પરમેશ્વર તેમ માનીને સાક્ષાત દેવો જેવા કે ધરતીમાતા ,વાયુ -પવન, અગ્નિ, પાણી, મેઘ, નદી નાળા પર્વતો ડુંગરો, પહાડો તેમજ પોતાના ખત્રી પૂર્વજો ને જ પોતાના દેવ માનીને પુજવામા માને છે,જેઓ ને રાજી રાખવા માટે દિવાસા નો દેવ પુજવાનો હોય તેના આગલા દિવસે ઢાંક વગાડીને દરેક દેવો ના નામ લઈને રાજીનુ ગાયણુ કરવામાં આવે છે જે દેવો ને રીઝવવા માટે ખુશ કરવા માટે કરવામાં આવે છે, કે ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન કરવામાં ખેતીવાડી લીલી રહે ,વાવણી નો મબલખ પાક ઉતરે તેમજ વર્ષ દરમ્યાન ઢોર ઢાંકર અને પોતાના ઘરમાં અને ગામમાં સૌ સુખશાંતિ સૌની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે દેવો ને રાજી કરાતા હોય છે.

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ ના વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે આ વિસ્તારના લોકો દિવાહા નો તહેવાર ખાસ કરીને રાજીનુ ગાયણુ ઉપરાંત બીજા ત્રણ સુધી ઉજવતા હોય છે એક પહેલા દિવસે દેવ પુજવા કે ગામમાં આવેલ પૌરાણિક દેવસ્થાનો નુ પૂજન, દરેક ગામોમાં લગભગ દુધીયો દેવ,ઝરીયાદેવ, બાબા કુવાજા દેવ, ભેહાઅંટો દેવ, ગાદરીયો દેવ, વેરાઈમાતા, ખેડાઈમાતા, વગેરે દેવો દરેક ગામોમાં હોય છે તે ઉપરાંત અન્ય દેવસ્થાનો પણ દરેક ગામમાં આવેલ હોય છે તેઓ નુ પુજન કરવામાં આવે છે.

Advertisement

Diwasa festival is celebrated with great enthusiasm in the tribal areas of Chotaudepur district from today.

બીજા દિવસે મુખ્ય તહેવાર,તે દિવસે ખાસ મનપસંદ વાનગીઓ બનાવીને ખાવાની પ્રથા હોય છે અને તહેવાર નુ એટલે કે તે દિવસે બપોરે જમ્યા બાદ ગામમાં વર્ષોથી નક્કી કરવામાં આવેલ જગ્યા પર સૌ એકત્રિત થતા હોય છે અને ચાલુ વર્ષે નવા લગ્ન કરેલ હોય તેવી જેટલી પણ ગામની યુવતી ઓ હોય તે સૌ યુવતી ઓ પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશ માં અવનવા આદિવાસી આભૂષણો થી સજ્જ થઇ ને ચણાનાં ડાળીયા સૌને વહેંચવાની દરેક ગામોમાં વર્ષો જૂની પરંપરા છે, જેની શરૂઆત ગામના પટેલ અને પુજારા એ ગામના પૌરાણિક દેવસ્થાન માં જરૂરી પુજન કર્યા બાદ કરાવતા હોય છે અને દરેકે દરેક ને એક મુઠ્ઠી ભરીને ડાળીયા વહેંચવા માં આવતા હોય છે.

એજ જગ્યાએ એક તરફ મોટલા પિહાની રમઝટ જામતી હોય છે તે ઉપરાંત પુરુષો અને મહિલાઓ સાથે મળીને આખી રાત સુધી ગરબા રમતા હોય છે, ગરબા એટલે સૌ કુંડાળે ઘુમતા એક તાલીએ એમના પૌરાણિક આદિવાસી ગીતો ગાઇને રમવામાં આવતા અલગ પ્રકારના ગરબાઓ જે અહીં ના આગવા અંદાજમાં આગવા લહેકામા ગવાઈ છે, અને અને બીજા દિવસે વાહી તહેવાર ની ઉજવણી કરતાં હોય છે. તે દિવસે જમવાની વાનગીઓ બનાવી ને જમવા ઉપરાંત પિહાઓ વગાડીને લોકો ખુબ નાચી કૂદી ને તેમજ ગરબાઓ રમીને દિવાસાનો તહેવાર ઊજવતા હોય છે.ત્યારબાદ ફરીથી દેવદિવાળી આવે ત્યાં સુધી રાબેતા મુજબ પોતાના ખેતીકામમાં લાગી જતાં હોય છે આમ અહીં ના આદિવાસી ઓ માં દિવાસા નુ વિશેષ મહત્વ હોય છે.

Advertisement
error: Content is protected !!