Astrology
જમ્યા પછી ભૂલથી પણ ન કરતા આવું કામ: નહિતર માતા લક્ષ્મી થઈ જશે નારાજ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલી દરેક વસ્તુનું પોતાનું મહત્વ હોય છે. એનાથી ઘર પરિવારની સુખ સમૃદ્ધિ પ્રભાવિત થાય છે. ઘણી વખત આપણે જોયું હશે કે કોઈ પણ વસ્તુ કોઈ પણ દિશામાં રાખવાથી ઘરની સજાવટ સાથે સાથે ગ્રહોની ચાલ પણ પ્રભાવીત થઇ જાય છે. જેમાં વ્યક્તિએ માનસિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
ઘરમાં વધુમાં વધુ પોઝિટિવ એનર્જી બનાવી રાખવા માટે ઘણી વસ્તુને વાસ્તુ અનુસાર રાખવું ખુબ જરૂરી છે. જો ઘરને વાસ્તુ શાસ્ત્ર અનુસાર શણગારવામાં આવે તો ઘરમાં પ્રસિદ્ધિ અને ઉન્નાતિ બની રહે છે. જો તમારા ઘરમાં પૂજા સ્થળ છે તો રોજ સાંજના સમયે એમાં ઘીનો દીવો પ્રગટાવી સાંજે કપૂરની આરતી કરવાથી પરિવારમાં શાંતિ બનેલી રહે છે. ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુની કોઈને કોઈ જગ્યા નિશ્ચિત હોય છે, તેને ત્યાં જ રાખવી હોય છે અને ત્યાં જ રાખવાથી ઘર સ્વચ્છ અને સુંદર દેખાય છે.
સામાન્ય રીતે રાતમાં ભોજન કર્યા પછી વધુ લોકો વાસણને સિંક અથવા ડાઇનિંગ ટેબલ પર છોડી દે છે. એવું કરવાથી રાહુ અને કેતુ ગ્રહ નારાજ થઇ જાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર રાત્રે ગંદા વાસણ રાખવું અશુભ માનવામાં આવે છે એ માટે જ થોડો સમય કાઢી વાસણને રાત્રે સાફ કરી લેવું જોઈએ. ગંદા વાસણ રાત્રિભર રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.
ઘણીવાર લોકો ઘરની સફાઈ કર્યા પછી ગમે ત્યાં સાવરણી રાખે છે. પરંતુ આમ કરવું બિલકુલ યોગ્ય નથી. ઘરની સફાઈ કર્યા પછી સાવરણી હંમેશા બાજુ પર એવી જગ્યાએ રાખવી જોઈએ. જેના કારણે ઘરમાં આવનાર વ્યક્તિને સાવરણી દેખાતી ન રહે. આનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
ઘરની અંદર આવતી વખતે આપણે ઘણી બધી વસ્તુઓ બહાર છોડીને ઘરમાં પ્રવેશી કરીએ છે. પરંતુ ઘણીવાર લોકો ઉતાવળમાં ઘણી ભૂલો કરી બેસે છે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ગભરાટમાં લોકો ચપ્પલ અને શૂઝ પહેરીને બેડરૂમમાં પ્રવેશ કરે છે. આવું કરવું બિલકુલ યોગ્ય નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ચપ્પલ ક્યારેય પણ ઘરની અંદર ન લાવવા જોઈએ. ઘરમાં બુટ ચપ્પલ એક નિશ્ચિત જગ્યાએ રાખવા જોઈએ.