Panchmahal

રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન અને નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓને સહાય માટે આ કરો

Published

on

  • લાભાર્થીઓ સંલગ્ન તાલુકાની મામલતદાર કચેરી ખાતે દિન ૧૦માં આધારકાર્ડ અને મોબાઈલ નંબર અપડેટ કરાવી શકશે
  • સદર યોજના હેઠળ માસિક ૧૦૦૦ રૂ.ની આર્થિક સહાય લાભાર્થીના ખાતામાં ડી.બી.ટી. મારફતે ચુકવાય છે

ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંઘીનગર હેઠળની ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના તથા નિરાઘાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ દર માસે રૂ.૧૦૦૦/- ની આર્થિક સહાય જે તે વૃદ્ધ લાભાર્થીના ખાતામાં ડી.બી.ટી. મારફતે ચુકવણી કરવામાં આવે છે.સદર યોજનામાં સહાય ચુકવવા બાબતે પારદર્શિતા અર્થે તાજેતરમાં આધાર બેઇઝ્ડ પેમેન્ટટ પધ્ધતિથી લાભાર્થીનું આધારકાર્ડ જે બેંક ખાતામાં લીંક હોય તે ખાતામાં સહાયની ચુકવણી કરવામાં આવી રહેલ છે.

પંચમહાલ જિલ્લા ખાતે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના તથા નિરાઘાર વૃદ્ધ પેન્શન યોજનાના NSAP પોર્ટલ પર નોંધાયેલ લાભાર્થીઓ પૈકી ૪૧૮૦ લાભાર્થીઓના આધાર નંબર તેમજ ૩૫,૫૩૯ લાભાર્થીઓના મોબાઇલ નંબર પોર્ટલ પર ઉપલબ્ધ નથી. “ જેથી કરીને સબબ યોજનાનો લાભ લઈ રહેલ લાભાર્થીઓએ પોતાના તાલુકાની મામલતદાર કચેરી ખાતે દિન- ૧૦માં આધારકાર્ડ અપડેટ / લીંક કરાવવા અને મોબાઈલ નંબર અપડેટ કરાવવા વૃદ્ધ પેન્શનની આર્થિક સહાય મેળવતા દરેક લાભાર્થીઓને વિનંતી કરવામાં આવે છે.”જેથી સહાય મેળવવામાં આગામી સમયમાં કોઈ મુશ્કેલી ઉભી ન થાય તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પંચમહાલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Trending

Exit mobile version