Gujarat

શું તમને ખબર છે વડોદરા શહેર જિલ્લામાં કુલ મતદારો અને મતદાન મથકો કેટલા

Published

on

  • મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરે યોજી બેઠક
  • મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સહયોગ આપવા અનુરોધ

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૧.૧.૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લામાં આ કાર્યક્રમ તા. ૯ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ચાલશે.વડોદરા શહેર જિલ્લામાં કુલ ૨૫,૭૯,૧૨૪ મતદારો નોંધાયા છે.શહેર જિલ્લામાં ૨૫૫૧ મતદાન મથકો છે એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરે જણાવ્યું છે.

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમના ભાગરૂપે આજે કલેકટર કચેરીના ધારાસભા હોલમાં કલેક્ટર અતુલ ગોરના અધ્યક્ષ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મતદાર સુધારણા કાર્યક્રમ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.કલેકટરએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા મત વિભાગમાં ૨,૨૯,૪૭૬, વાઘોડિયામાં ૨,૪૪,૦૫૫, ડભોઇમાં ૨,૩૦,૬૩૯, વડોદરા શહેરમાં ૩,૦૫,૬૫૩,સયાજીગંજમાં ૨,૯૫,૧૩૮,અકોટામાં ૨,૭૧,૮૧૫, રાવપુરામાં ૨,૯૫,૦૭૮, માંજલપુરમાં ૨,૬૦,૪૯૮, પાદરામાં ૨,૩૫,૬૯૧ અને કરજણમાં ૨,૧૧,૦૮૧ સહિત કુલ ૨૫,૭૯,૧૨૪ મતદારો નોંધાયા છે.તેવી જ રીતે સાવલીમાં ૨૬૩, વાઘોડિયામાં ૨૮૦, ડભોઇમાં ૨૬૯, વડોદરા શહેરમાં ૨૬૦, સયાજીગંજમાં ૨૬૧, અકોટામાં ૨૪૬,રાવપુરા ૨૭૪,માંજલપુરમાં ૨૧૮, પાદરામાં ૨૪૧ અને કરજણ વિધાનસભા મત વિભાગમાં ૨૩૯ સહિત કુલ ૨૫૫૧ મતદાન મથકો નોંધાયા છે.વડોદરા જિલ્લામાં ૧૨૯૨ અને શહેરમાં ૧૨૫૯ મતદાન મથકો નોંધાયા છે.

Advertisement

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરે તા.૧ લી જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર તમામ નાગરિકોને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવા ખાસ અપીલ કરી છે.આ કામગીરી માટે વડોદરા શહેર જિલ્લાના તમામ ૨૫૫૧ મતદાન મથકો ખાતે તા.૪,૫ નવેમ્બર અને તા. ૨,૩ ડિસેમ્બરના રોજ ખાસ ઝુંબેશ યોજાશે એટલે આ દિવસોએ મતદારો મતદાર યાદીમાં પોતાના નામ નોંધાવવા,નામમાં સુધારા વધારા, નામ કમી કરવા,જાતિમાં સુધારા,સરનામામાં સુધારો,મોબાઈલ નંબરમાં સુધારો,મતદારનો ફોટો સુધારવો,સંબંધના પ્રકારમાં સુધારો,સંબંધીના નામમાં સુધારો જેવી કામગીરી મતદાન મથક ખાતે જ કરી શકાશે. આ માટે મતદારોએ જરૂરી ફોર્મ ભરી આધાર પુરાવા સાથે રજૂ કરવાના રહેશે.

આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version