Ahmedabad
શું તમે જાણો છો બધા કુવા ગોળાકાર જ કેમ હોય છે? ચોરસ કે ત્રિકોણ કેમ નહી
અમદાવાદ : પ્રાચીન કાળથી અત્યાર સુધી આપણી જીવનશૈલીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. આજે જીવન ખૂબ જ સરળ છે પરંતુ પહેલા કામ કરવા માટે ખૂબ જ જટિલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. પહેલા લોકો પાણી માટે નદીઓ પર આધાર રાખતા હતા. એ પછીમાણસે પોતાની બુદ્ધિના આધારે કૂવો ખોદીને પાણી કાઢવાનું શરૂ કર્યું. આજે પણ આપણને આ કુવાઓ જોવા મળી જાય છે. તમે પણ ઘણી વાર કૂવો જોયો હશે, પરંતુ શું તમે નોંધ્યું છે કે મોટાભાગના કુવાઓ ગોળાકાર જ હોય છે! શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે તેમનો આકાર હંમેશા ગોળ કેમ હોય છે? વાસ્તવમાં, તેની પાછળ પણ એક વૈજ્ઞાનિક કારણ છે, જેના વિશે અમે તમને આજે જણાવીશ કુવાઓનો ઉપયોગ સદીઓથી પાણી પુરવઠા માટે કરવામાં આવે છે. જૂના જમાનામાં ગ્રામ્ય વિસ્તારના લોકો કુવામાંથી મળતા પાણી પર આધાર રાખતા હતા. આજે પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં લોકો કુવામાથી પાની કાઢી ને તેનો ઉપયોગ કરે છે. જો કે સમયની સાથે વિકાસ થયો અને મોટા ભાગના સ્થળોએ કુવાની જગ્યા નળ, બોરિંગ અને ટ્યૂબવેલ વગેરેએ લઈ લીધી છે.
હવે પ્રશ્ન એ થાય છે કે આ કુવાઓ માત્ર ગોળાકાર હતા, જ્યારે પાણી ચોરસ, ષટ્કોણ કે ત્રિકોણાકાર કૂવામાં પણ રહી શક્યું હોત? વાસ્તવમાં કુવાના આયષુ્યને લંબાવવા માટે તેનો આકાર ગોળાકાર નિશ્ચિત કરવામાં આવ્યો હશે. જો કે કૂવો ચોરસ, ષટ્કોણ અથવા ત્રિકોણના આકારમાં પણ બનાવી શકાતો હતો પરંતુ આમ કરવાથી તેની ઉંમર લાંબી નહીં થાય.કુવામાં ઘણું બધુ પાણી રહે છે, આવી સ્થિતિમાં તેમાં જેટલા વધુ ખૂણાઓ હશે તેટલા ખૂણાઓ પર પાણીનું દબાણ પણ એટલ જું વધારે રહેશે, જેના કારણે તેમાં જલદી તિરાડો પડવા લાગશે અને તે ઓછા સમયમાં જ ધસવા લાગશે. જ્યારે, ગોળાકાર કુવાઓમાં આ સમસ્યા નથી થતી. તેમાં તમામ દિવાલો ગોળ હોવાના કારણે પાણીનું દબાણ સમગ્ર કુવામાં એક સમાન રહે છે. આવી સ્થિતિમાં આ કુવાઓ વર્ષો સુધી અકબંધ રહે છે.