Panchmahal
અંધશ્રદ્ધાળુ સમાજના તારણહાર ડૉક્ટર જયરામ રાઠવા
ડો.જયરામ રાઠવા ગામ વાકોડના રાઠવા દિનેશભાઇ મીનકાભાઈને સાંજના છ કલાકની આસપાસ વાકોડ સહકારી મંડળીની દુકાન અને ઘંટી બંધ કરતી વેળાએ સાપે પગમાં ડંખ માર્યો હતો.ગામડાની માન્યતા મુજબ આવો કોઈ બનાવ બને તો સૌ પ્રથમ ગામડાના લોકો ભૂવા કે મહારાજની પાસે પહોંચી જતા હોય છે તેમ આ લોકો પણ મહારાજ પાસે જઈ ઝેર ઉતારવાની વિધિ કરાવી હતી પરંતુ મહારાજે દિનેશભાઇની સ્થિતિ જોતાં તેને દવાખાને લઈ જવા જણાવ્યું હતું.તેથી લોકો દિનેશભાઇને 108 એમ્બ્યુલન્સ મારફતે ઘોઘંબાના રેફરલ હોસ્પિટલ પહોચાડયા હતા.સરકારી દવાખાને હાજર ડોકટરે પ્રાથમિક તપાસ કરી બોટલ ચડાવ્યો.થોડીવાર પછી ડોકટરે દિનેશભાઇને વધુ સારવાર અર્થે ગોધરા સીવીલ દવાખાને રીફર કરવા જણાવ્યું અને તે માટેનો રીફર મેમો આપ્યો હતો રાતના સાડા દસ થવા આવ્યા હતા.હવે અમે લોકો વધારે ગભરાયા અને દિનેશભાઇને ગોધરા લઇ જવાની ગોઠવણ કરતા હતા ને એવામાં અમોને અચાનક આપણા ઘોઘંબા ખાતેના ડો,જયરામ રાઠવા યાદ આવ્યા.
તેથી અમે દિનેશભાઇને સરકારી દવાખાને જ રહેશો તેવું જણાવ્યુ અને બે જણ બાઈક લઈને સીધા ડો જયરામ રાઠવા ને ત્યા પૂછપરછ અથૅએ પહોચી ગયા અને ઉપર મુજબની તમામ હકીકત ડો, જયરામ રાઠવા ને જણાવી.ડોક્ટર અમારી આખી વાત સમજી ગયા અને તેઓ અમોને એટલુજ કહ્યુ કે જે હોય તે તમે તે દર્દીને અહિંયા લઇ આવો ગોધરા જવાની કોઈ જરૂર નથી તેમ જણાવ્યું.તેથી અમોએ દિનેશભાઇને તૈયારી માજ જયરામ રાઠવા ના દવાખાને પહોંચાડી દીધા.ડો,જયરામ રાઠવા અને તેમનો સ્ટાફ તાબડતોડ દિનેશભાઇની તપાસ કરી બ્લડ લઇ લેબોરેટરી કરીને જણાવ્યું કે ગભરાવવાની જરાયે જરુર નથી.તેઓની બધી જ સારવાર અહિંયા જ થઈ જશે પરંતુ આજની રાત તમારે અહિંયા જ રોકાવું પડશે તેમ તેઓએ અમને જણાવ્યું. અને સારવાર ચાલુ કરી દીધી.અમારી ચિંતા પણ હવે ઓછી થઈ ગઈ.સવાર પડતા તો દિનેશભાઇ એકદમ સ્વસ્થ થઈ ગયા અને અમે સૌ હવે એકદમ ખુશ હતા.સવારે ડો, જયરામ રાઠવા આવ્યા અને દિનેશભાઇની તબિયતની તપાસ કરી અને જણાવ્યુ કે દિનેશભાઇ હવે એકદમ સ્વસ્થ છે ચિંતા કરવાની કોઇ જરૂર નથી અને આપ લોકો હવે રજા લઈ શકો છો તેમ ખૂબ પ્રેમપૂવૅક જણાવ્યું.ડોક્ટર ની આટલી વાત સાભળી અમે ફી બાબતે પૂછતા કહ્યુ તો ડોક્ટરે અમારી પાસેથી માત્ર દવાનો ખર્ચો લીધો ડો,જયરામ રાઠવા જન સેવા એજ પ્રભુ સેવા નો મંત્ર અપનાવ્યો છે આવા ડોકટર સમાજ માટે આશીર્વાદ રૂપ છે લોક સેવા માટે તેમનુ લાંબુ આયુષ્ય મળે તેવુ જરૂરી છે
- જો આવા ગંભીર દર્દી ને લઈ ગોધરા ગયા હોય તો હજારો નો ખર્ચ થાત અને દર્દી નું શું થાત તેની કોઈ ગેરંટી નહીં
- દર્દીઓ સાથે હ્રદય પૂર્વક ના સબંધો નજીવી કિમતે દર્દી ની સારવાર કરવાનો અભિગમ
- આ કેશ માં ધારત તો હજારો રૂપિયા લીધા હોત પરંતુ મોત ના મુખ માં ગયેલા દર્દીની સારવાર કરી નવજીવન બક્ષ્યુ તે પણ માત્ર દવાનો ખર્ચ લઈને
- ડો.જયરામ રાઠવા દ્વારા સમાજને અંધશ્રધ્ધા માથી બહાર લાવવાનો પ્રયાસ છે તે સરાહનીય છે
- દર્દી ને 12 કલાક ની સારવાર માં સ્વસ્થ કરતાં દર્દીને ઘરે રવાના કરતાં લાગણી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા
- ઘોઘંબા સહયોગ હેલ્થકેર દવાખાનાની સેવાઓને બિરદાવતા વાંકોડ ના ગ્રામજનો
- રાઠવા સમાજને અંધશ્રધ્ધાની બદીઓથી દૂર રહેવા માટે ડૉક્ટર સમજ આપેછે