Gujarat
ઘોઘંબા ની વિનાયક હોસ્પિટલના તબીબ વેનિસ પંચાલે સફળ ઓપરેશન કરી મહિલાના ગર્ભાશય માંથી 1.2 કિલોની ગાંઠ કાઢી
ઘોઘંબા નગરમાં મોહનપાર્ક, શ્રીજી કોમ્પલેક્ષમાં આવેલ વિનાયક હોસ્પિટલના તબીબ વેનિશ પંચાલે એક મહિલાના ગર્ભાશયનું સફળ ઓપરેશન કરી ગર્ભાશયમાંથી 1.2 kg ની ગાંઠ કાઢતા દર્દથી કણસતી મહિલાને દર્દથી છુટકારો મળ્યો હતો.
ઘોઘંબામાં વિનાયક હોસ્પિટલ તથા મેટરનીટી હોમમાં એક મહિલા આવી હતી જે છેલ્લા ચાર મહિનાથી માસિકની સમસ્યાથી પીડીત હતી દર્દ થી પીડાતી મહિલાની તપાસ કરતા તેના ગર્ભાશયમાં ગાંઠ હોવાનું માલૂમ પડયુ હતુ. ગર્ભાશયની ગાંઠ કાઢવા ઓપરેશનની જરૂર હતી વિનાયક હોસ્પિટલના ગાયનેક તબીબ વેનીસ પંચાલે મહિલાના ગર્ભાશયનું સફળ ઓપરેશન કરી મહિલાના ગર્ભાશયમાંથી 1.2 કિલોની ગાંઠ કાઢતા મહિલાએ રાહતનો શ્વાસ લીધો હતો. મહિલાના ગર્ભાશયની ગાંઠ સફળતાપૂર્વક ઓપરેશન કરીને બહાર કાઢ્યા બાદ. ચાર મહિનાથી જટિલ સમસ્યાથી પીડાતી મહિલાના મુખ ઉપર દર્દ દૂર થયાનું સ્મિત છલકાઇ રહ્યું હતું