Chhota Udepur
કદવાલ સી.એચ.સી રામ ભરોસે ચોપડે હાજર તબીબો સ્થળ ઉપર ગેર હાજર???
(પ્રતિનિધિ, કાજર બારીયા”અવધ એક્સપ્રેસ”)
પાવીજેતપુર તાલુકાના કદવાલ સી.એચ.સી માં પેડીયાટ્રિક્સ વિભાગ માં ફરજ બજાવતા તબીબ ની સતત ગેરહાજરી ના કારણે સારવાર માટે આવતાં લોકો સારવાર ના અભાવે ખાનગી દવાખાના ઓની મોંઘી સારવાર માટે મજબુર બન્યા છે જેથી જાગૃત નાગરીકો એ આ ગુલ્લીબાજ તબીબ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે કદવાલ આરોગ્ય કેન્દ્ર કોઈક ને કોઈક કારણોસર સતત ચર્ચાનો વિષય બનતું આવ્યું છે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અતિ આધુનિક દવાખાના બનાવવામાં આવ્યા હોવા છતાં કર્મચારીઓની નફ્ફટાઈ અને આળસ ના કારણે આવા દવાખાના માત્રને માત્ર શોભાના ગાંઠીયા સમાન બની રહ્યા છે. તેનું ઉદાહરણ કદવાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પુરૂ પાડી રહ્યું છે. ચોવીસ કલાક આરોગ્ય વિષયક સેવાઓ આપવા માટે બંધાયેલા આ દવાખાનામાં કર્મચારીઓ ગુલ્લી મારી જતા રહે છે અને તબીબ હાજર રહેતા નથી જેના પરિણામે દર્દીઓ ભારે પરેશાનીમાં મુકાઇ રહ્યા છે.
અહીં આરોગ્ય વિભાગ દ્વારા પેડિયાટ્રિક્સ ડોકટર ની નિમણૂક પણ કરવામાં આવેલી છે પરંતું આ ડોક્ટર સતત ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો લોકો અને દર્દીઓના મોઢે સાંભળવા મળી રહી છે. કદવાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર હેઠળ ૨૫ થી ૩૦ ગામડા આવેલા છે જેના માટે નાનાબાળકો ને કોઈ તકલીફ થાય ત્યારે તેના માતાપિતા સારવાર કરાવવા માટે અહીં આવતા હોય છે પરંતુ જ્યારે જુઓ ત્યારે આ દવાખાના માં પેડિયાટ્રિક્સ ડોક્ટરની ખુરશી ખાલી ખમ જોવા મળે છે ડોકટર ની નોકરી બોલતી હોવા છતાં તબીબ હાજર ન હોવાને કારણે દર્દીઓ પોતાની સારવાર વિના પરત ઘરે જતા રહે છે. વધુ તબિયત ખરાબ હોય તો બોડેલી કે ઘોઘંબા સુધી ધક્કા ખાવા પડતા હોઈ છે લોકો ની વાત માનીએ તો આરોગ્ય કેન્દ્રના તબીબ મોટાભાગે હોસ્પિટલને બદલે ઘરે જતા રહેતા હોવાનું ગામ લોકોમાં વારંવાર સાંભળવા મળેલ છે મેડિકલ ઓફિસર પોતાની ફરજ પર છે કે નહિ ? તે જાણવા અમારા પ્રતિનિધિ દ્વારા ઓપીડી-૧ માં તપાસ કરવામાં આવતા એક માત્ર મહિલા કર્મચારી ફરજ ઉપર હાજર હતા એ સિવાય કોઈ જવાબદાર અધિકારી નજરે પડ્યા નહોતાં આ અંગે હાજર કર્મચારી ને ડ્યૂટી લિસ્ટ વિશે પૂછતાં તેઓએ ડ્યૂટી લિસ્ટ બતાવવાની સાફ ના પાડી હતી. તમારે ડ્યૂટી લિસ્ટ જોઈતું હોય તો અમારા સુપ્રીટેનડેન્ટ ને વાત કરીને આવવું એ કહે તોજ અમે બતાવીશું તેમ કહ્યું હતું.આ બાબતે સુપ્રીટેનડેન્ટ નો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ પણ ત્યાંના હાજર ડેન્ટલ ડોકટર રવિ પટેલ સાથે વાત કરી લો એ તમને બધી માહિતી આપી દેશે તેમ જણાવ્યું હતું જેથી અમારા પ્રતિનિધિ એ રવિ પટેલ સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે બોલો સુકામ છે ? સર નું કામ હોય તો કાલે ઇમરજન્સી માં બોલાવી લવ તેમ જણાવ્યું હતું.પરંતુ હકીકત માં તો ઈન્ડો૨ ડયુટીના નામે ગેરહાજર રહી તંત્ર સાથે અને સરકાર સાથે છેતરપીંડી ચાલતી હોય તેવું લાગી રહ્યું છે
ત્રણ શિફટમાં આપવામાં આવતી ડયુટીમાં ઈમ૨જન્સી માં દર્દીઓને તપાસવાની સાથે એમ.એલ.સી કેસ પણ જોવામાં આવતાં હોય છે જેમાં ઈન્ડો૨ ડયુટીમાં પોલીસ કર્મી પણ સાથે હોય અને મેડીકલ તપાસ માટે ની કામગીરી ક૨વાની હોય છે. ત્યારે આખા દિવસ દ૨મિયાન આવા પાંચ થી સાત કેસ આવતા હોય છે. બાકીનો સમય એમ.ઓ ડોકટર્સ આરામ ફ૨માવતા જોવા મળે છે. આવા મેડીકલ ઓફીસરોને પણ ઈન્ડો૨ની સાથે અન્ય કામ પણ સોંપવામાં આવે તો ઈમ૨જન્સીમાં આવતો દર્દીઓનો ભા૨ ઘણો ઓછો થઈ શકે છે.
હોસ્પિટલમાં અઠવાડીયાનું મેડીકલ ઓફીસરોનું ડયુટી લીસ્ટ બનાવવામાં આવે છે. જેમાં સવારે ૮ થી ૧૨ ઈવનીંગ ૨ થી ૮ અને નાઈટ ૮ થી ૮ની આમ ત્રણ શિફટ ઉપરાંત જી-ઓ.પી.ડી મળી ૩૬ કલાકની ફ૨જ બજાવવાની હોય છે. પરંતુ જો એક મહિના સુધીનું ડયુટી લીસ્ટ આરોગ્ય વિભાગના અધિકારીઓ આવી તપાસે તો એક મહિલા મેડીકલ ઓફીસ૨ સિવાય અન્ય મેડીકલ ઓફીસ૨ કેટલી અને કેવી ડયુટી કરે છે તે સામે આવી શકે છે. આ માટે પણ સ૨કા૨ના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી સામે આવી જાય
સ૨કા૨ના નિયમ ની એસી કી તેસી કરી રીઢા થઈ ગયેલા આ અધિકારી પોતે ઉપરી અધિકારીઓને પણ બાનમાં લઈ પોતાની મનમાની ચલાવી ૨હયાં છે. જેને લઈને સતાધિશો પણ સહન કરી ૨હયાં છે. ત્યારે આ ઓફીસ૨ સામે જિલ્લાનું આરોગ્ય વિભાગ તાત્કાલીક અસ૨થી તપાસ કરી બદલી અથવા તો જરૂરી કાર્યવાહી કરે એ દવાખાનામાં આવતા લાખો દર્દીઓ માટે જરૂરી બન્યું છે.
હાલ માં તાવ શરદી ઉધરસ વાયરલ જેવી બીમારી માથું ઊંચક્યું હોય ત્યારે અહીં નાના બાળકોના તબીબ ન હોવાને કારણે સારવાર કરાવવા માટે ખાનગી દવાખાનામાં જવાની નોબત આવે છે. તો આરોગ્ય કેન્દ્રમાં સમયસર દર્દીઓના હિતમાં ડોક્ટર રહે તેવી માંગ સાથે રોષ વ્યકત કરી અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
- દવાખાનાની ઉન્નતિ તો જુઓ બંધબારણે બધો ખેલ પાર પડેછે ઘર ના ભુવા ને ઘર ના જાગારીયા
- એક ડૉક્ટર બીજા ડૉક્ટરની ગેર હાજરી પૂરી અડધો પગાર લેતા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ
- દવાખાના માં CCTV લગાવાય અથવા ગેરહાજર રહેતા તબીબ ના લોકેશન કઢાવેતો સમગ્ર કૌભાંડ બહાર આવે
- માલિકીની ખાનગી પેઢી ચલાવતા હોય તે રીતે દર્દી સાથે વર્તન અને સમય ઉપર તબીબો ની ગેરહાજરી હોવાની લોકો માં ફરિયાદ
બોક્ષ-મેડિકલ ઓફિસર પોતાની ફરજ પર છે કે નહિ ? તે જાણવા અમારા પ્રતિનિધિ દ્વારા ઓપીડી-૧ માં તપાસ કરવામાં આવતા એક માત્ર મહિલા કર્મચારી ફરજ ઉપર હાજર હતા એ સિવાય કોઈ જવાબદાર અધિકારી નજરે પડ્યા નહોતાં આ અંગે હાજર કર્મચારી ને ડ્યૂટી લિસ્ટ વિશે પૂછતાં તેઓએ ડ્યૂટી લિસ્ટ બતાવવાની સાફ ના પાડી હતી. તમારે ડ્યૂટી લિસ્ટ જોઈતું હોય તો અમારા સુપ્રીટેનડેન્ટ ને વાત કરીને આવવું એ કહે તોજ અમે બતાવીશું તેમ કહ્યું હતું.આ બાબતે સુપ્રીટેનડેન્ટ નો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ પણ ત્યાંના હાજર ડેન્ટલ ડોકટર રવિ પટેલ સાથે વાત કરી લો એ તમને બધી માહિતી આપી દેશે તેમ જણાવ્યું હતું જેથી અમારા પ્રતિનિધિ એ રવિ પટેલ સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે બોલો સુકામ છે ? સર નું કામ હોય તો કાલે ઇમરજન્સી માં બોલાવી લવ તેમ જણાવ્યું હતું.