Gujarat
૧૮ જિલ્લાની ૪૨ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં રજાના દિવસે પણ દસ્તાવેજ નોંધણી ચાલુ રહેશે
આ દિવસે નિયમિત દિવસની જેમ જ ઓનલાઈન
એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે
રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાંકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઈ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને તા.૨૫ માર્ચ-૨૦૨૩ને શનિવારે જાહેર રજાના દિવસે રાજ્યના ૧૮ જિલ્લાની ૪૨ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગાંધીનગર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ દિવસે નિયમિત દિવસની જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.
રાજ્યના અમદાવાદ જિલ્લાની અમદાવાદ-૧(સીટી), અમદાવાદ-૩(મેમનગર), અમદાવાદ-૫(નારોલ), અમદાવાદ-૭(ઓઢવ), અમદાવાદ-૧૦(વેજલપુર), વિરમગામ અને બાવળા, સુરત જિલ્લાની સુરત-૮(રાંદેર) અને બારડોલી, વડોદરા જિલ્લાની વડોદરા-૧, દંતેશ્વર, વડોદરા-૭ (છાણી) અને વાઘોડીયા, ભાવનગર જિલ્લાની ભાવનગર-૨ (ચિત્રા), ભાવનગર-૩ (રૂવા) અને મહુવા, બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને વડગામ, મોરબી જિલ્લાની હળવદ અને વાંકાનેર, દાહોદ જિલ્લાની દાહોદ, રાજકોટ જિલ્લાની રાજકોટ-૧, રાજકોટ-૬(મવડી), રાજકોટ-૭(કોઠારીયા), રાજકોટ-૮(રૂરલ), જસદણ અને જેતપુર, ગાંધીનગર જિલ્લાની માણસા, ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ, કચ્છ જિલ્લાની ગાંધીધામ અને મુન્દ્રા, જૂનાગઢ જિલ્લાની જૂનાગઢ, જુનાગઢ સીટી-તાલુકા, પોરબંદર જિલ્લાની પોરબંદર, સાબરકાંઠા જિલ્લાની હિમંતનગર અને વડાલી, બોટાદ જિલ્લાની ગઢડા, જામનગર જિલ્લાની જામનગર-૩(પૂર્વ) તથા જામજોધપુર, પંચમહાલ જિલ્લાની હાલોલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની સુરેન્દ્રનગર અને વઢવાણ એમ મળી કુલ ૪૨ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં તા. ૨૫ માર્ચ-૨૦૨૩ને શનિવારના રોજ ચાલુ કામકાજના દિવસની જેમ જ દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે એમ નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.