Fashion
કપાળમાં ચાંલ્લો કરવાથી ખંજવાળ આવે છે? તો આ 5 નેચરલ વસ્તુનો ઉપયોગ કરો, મિનિટોમાં દૂર થઇ જશે સમસ્યા
ભારતીય સંસ્કૃતિમાં કપાળ પર ચાંલ્લો લગાવવાનું ખૂબ મહત્વ હોય છે. કપાળમાં ચાંલ્લો લગાવવો એ સુહાગનની નિશાની છે. પરંતુ ઘણાં લોકો કપાળ પર જ્યારે રોજ ચાંલ્લો કરે ત્યારે ખંજવાળ જેવી સમસ્યા થતી હોય છે.
મોઇસ્યુરાઇઝ લગાવો: કપાળમાં ચાંલ્લો કરવાથી ખંજવાળ અને સ્કિન ડ્રાય થવાની સમસ્યા રહે છે. ઘણાં લોકોને સ્કિનના એ ભાગ પર લાલ પણ થઇ જાય છે. આમ, વાત કરવામાં આવે તો ગરમીમાં ઘણાં લોકોને આ સમસ્યા વઘારે રહે છે. તમને પણ ખંજવાળ જેવી સમસ્યા રહે છે તો દિવસમાં 2 થી 3 વાર સ્કિન પર મોઇસ્યુરાઝ લગાવો. આમ કરવાથી સ્કિનમાં ખંજવાળ નહીં આવે અને સાથે ડ્રાય સ્કિનમાંથી છૂટકારો મળે છે.
કોકોનટ ઓઇલ લો: કપાળમાં ચાંલ્લો લગાવવાથી ખંજવાળ અને ડ્રાયનેસની સમસ્યા રહે છે તો તમે કોકોનટ ઓઇલનો ઉપયોગ કરો. કોકોનટ ઓઇલ સ્કિન માટે બેસ્ટ છે. આ માટે કોકોનટ ઓઇલ લો અને બે મિનિટ સુધી મસાજ કરો. નારિયેળ તેલ સ્કિન માટે બેસ્ટ છે.
એલોવેરા જેલ લગાવો: કપાળમાં ચાંલ્લો કરવાથી તમને પણ ખંજવાળ આવે છે તો તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલ સ્કિન માટે બેસ્ટ છે. આ માટે તમે એલોવેરા જેલ લો અને અને એનાથી કપાળ પર મસાજ કરો. એલોવેરા જેલ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. એલોવેરા જેલથી તમે મસાજ કરો છો તો ફોલ્લીઓમાં પણ રાહત થઇ જશે. એલોવેરા જેલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક ગુણ હોય છે જે સ્કિન કેર કરવામાં મદદ કરે છે.
તલનું તેલ: તલનું તેલ લગાવવાથી સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે. આ માટે તમે ફિંગર ટિપ પર બે-ત્રણ તેલના ટીપાં લો અને બેથી ત્રણ મિનિટ માટે મસાજ કરો. આમ કરવાથી ધીરે-ધીરે સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે અને સાથે ખંજવાળ પણ નહીં આવે.
કંકુનો ચાંલ્લો કરો: ઘણાં લોકોને સ્ટીકર વાળા ચાંલ્લાથી એલર્જી થતી હોય છે. આમ તમને પણ આ સમસ્યા છે તો તમે કંકુનો ચાંલ્લો કરવાની આદત પાડો. કંકુનો ચાંલ્લો કરવાથી આવી સમસ્યા નહીં થાય અને સ્કિન પણ સારી રહેશે. આમ કરવાથી સ્કિનનો પ્રોબ્લેમ્સ નહીં થાય અને ફેસ પર પણ મસ્ત લાગશે.