Connect with us

Panchmahal

હાલોલ મા “માં -બાપને ભૂલશો નહીં” કરુણાત્મક કાર્યક્રમ યોજાયો

Published

on

"Don't forget the Father in Halol" poignant program was held

(સુરેન્દ્ર શાહ દ્વારા)

હિન્દુ સંસ્કૃતિ સંવર્ધન સમિતિ દ્વારા હાલોલ ના એમ એસ હાઇસ્કુલ ના વિશાલ પ્રાંગણમાં સમાજ માટે અને યુવાનો માટે અતિ આવશ્યક સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે હાલના સમાજ માટે અતિ આવશ્યક છે ગુજરાતના વિખ્યાત કથાકાર અશ્વિનભાઈ જોશી દ્વારા આપવામાં આવેલ આખ્યાન જેનો વિષય હતો મા-બાપને ભૂલશો નહીં હાલના સમયમાં યુવાનો દ્વારા લગ્ન બાદ મોટે ભાગે ઘણા બધા પરિવારોમાં વિખવાદ ઊભો થાય છે અને તેનો ભોગ માં બાપ બને છે સંતાનના સુખ માટે મા બાપ એ આપેલા ભોગને લોકો ભૂલી જાય છે.

Advertisement

અશ્વિન જોશી દ્વારા કરુણા વાતાવરણમાં મા-બાપને પડતી વિભક્તિઓની ધારદાર રજૂઆતો કરી હતી આજના યુવાનોને શીખ આપતું ધારદાર વક્તવ્ય રજૂ કરી વાતાવરણને હલવું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માતાની મમતા અને પિતાના ગુપ્ત પ્રેમને અંતરની ભાવનાઓથી સમજવાનો અભ્યાસ કરવા માટે ની શીખ આપવામાં આવી હતી આ પ્રસંગે કંજરી રામજી મંદિરના મહંત તથા ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગને માણવા માટે હાલોલ ની સેકડો ની સંખ્યામાં જનતા ઉપસ્થિત રહી હતી.

Advertisement
error: Content is protected !!