Gujarat

લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું : આસાન અને ઘરેલુ ઉપાય

Published

on

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હીટવેવ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગરમીના સમયમાં ગરમ પવનના કારણે લાગતી લૂ થી બચવા શું કરવું અને શું ન કરવું તેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સૌપ્રથમ તો દરરોજ તાપમાનના ઘટાડા અને વધારા વિશે માહિતી મેળવવા માટે રેડિયો સાંભળો ટી.વી. જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાનપત્ર વાંચો અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ.

ગરમીના સમયમાં શરીરમાંથી પાણીની માત્રા ઝડપથી ઘટી જતી હોવાથી તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. વાઈ, હદય, કીડની કે યકૃત સંબંધી બિમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાનો હોય તેમણે તેમજ જેમના શરીરમાં થી પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી પીતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો પૂરતા પ્રમાણમાં ઊપયોગ કરવો જોઈએ. વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરવનો આગ્રહ રાખવો જોઈએ. જો તમે ઘરની બહાર હોવ તો માથાનો ભાગ કપડાં છત્રી કે ટોપીથી ઢાંકી રાખવો. આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સન સ્ક્રીનનો ઉપયોગ કરવું જરૂરી છે. પ્રાથમિક સારવાર માટેની જરૂરી તાલીમ લેવી જોઈએ તેમજ બાળકો, વૃધ્ધો, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લૂ ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી લેવી જોઈએ.

Advertisement

કામદાર અને નોકરીદાતા માટે

કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ તેમજ તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા પાણી છાશ ઓ.આર.એસ, બરફના પેક પ્રાથમિક સારવાર પેટીની વ્યવસ્થા કરો. કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળો. સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે કરવાનો આગ્રહ રાખવો. બહારની પ્રવૃતિઓ માટે વિશ્રાંતી સમય અને તેની સંખ્યા વધારો, જે કામદાર વધુ ગરમીવાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલ નથી, તેમને હળવું તેમજ ઓછી અવધિ માટે કામ આપો. સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળાઈ ધરાવતા કમદાર ઉપર વિશેષ ધ્યાન આપો. કામદારોને હીટ વેવ એલર્ટ શેષે માહિતગાર કરો. શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહો. ઘરગથ્થુ ઉપાય જેવા કે કાચી કેરી સાથે ડુંગળીનું ધાણાજીરુ નાખેલું કચુંબર લૂ લાગવાની શક્યતા ઘટાડી શકે છે.

Advertisement

પંખાનો ઉપયોગ કરો, ઢીલા કપડાં પહેરો અને ઠંડા પાણીથી વારંવાર સ્નાન કરો. આપના કાર્યાલય અથવા રહેઠાણના સ્થળે આવતાં ફેરિયા કે ડીલીવરી માણસને પાણી પીવડાવો, કાર પુલીંગ અથવા તો જાહેર વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરો, આને લીધે ગ્લોબલ વોર્મીંગ અને ગરમીનું પ્રમાણ ઘટશે. સૂકાં પાંદડા, ખેતીનો કે અન્ય કયરો બાળવો જોઈએ નહી. પાણીનાં સ્ત્રોતનું રક્ષણ કરો અને વરસાદી પાણીના સંચય ની વ્યવસ્થા અપનાવો. ઉર્જા કાર્યદક્ષ સાધનો, બળતણ અને ઉર્જાના વૈકલ્પિક સ્રોતનો ઉપયોગ કરવો જોઈએ. જો તમને ચક્કર આવતા હોય કે બિમાર હોવ તો તરત જ તબીબી સલાહ લેવી અથવા ઘર ના કોઇ સદસ્યને કહો કે તમને તબીબ પાસે લઇ જાય.

ઘરને કઈ રીતે શીતળ રાખશો ?

Advertisement

ઘરની દીવાલોને સફેદ રંગથી રંગો. ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે સ્કૂલ સેફ ટેકનોલોજી, હવાની અવર જવર માટે ક્રોસ વેંટીલેશન અને થર્મો ફૂલ ઈન્સ્યુલેશનનો ઉપયોગ કરો. સૂકા ઘાસને છત પર રાખો અથવા શાકભાજી પણ ઉગાડી શકાય. ઘરની બારીઓ ઉપર સૂર્યપ્રકાશને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનીયમ ફોઇલ કવરવાળા પૂંઠા લગાવો. ઘેરા રંગના પડદા બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત રાત્રે જ બારીઓ ખોલવી જોઈએ. બને ત્યાં સુધી નીચેના માળ ઉપર રહો, લીલા રંગના છાપરા, ઇન્ડોર છોડ મકાનને કુદરતી રીતે ઠંડુ રાખે છે અને એયર કંડીશનરનો ઉપયોગ ઘટાડે છે અને તેમાંથી બહર નીકળતી વધારાની ગરમીને ઓછી રાખે છે. એયર કંડીશનરનું તાપમાન ૨૪ ડીગ્રી કે તેનાથી વધુ રાખો, જેના કારણે તમારું વિજળી બિલ પણ ઓછું આવશે અને સાથે તમારી સ્વસ્થતાનું પણ ધ્યાન રાખશે. નવા ઘરના બાંધકામ વખતે રાબેતા મુજબની દીવાલને બદલે છીદ્રાળુ દીવાલ ટેક્નોલોજીનો ઉપયોગ કરો. જાડી દીવાલનું ચણતર કરો, જે ઘરને અંદરથી ઠંડુ રાખશે. નીચેથી જાળીદાર દીવાલ ચણતર કરો કે જે ગરમી ને રોકશે અને વધુ હવાને પાર થવા દેશે. દીવાલને રંગવા માટે ચૂનો અથવા કાદવ જેવા કુદરતી સામગ્રીનો ઉપયોગ કરો. બાંધકામ પૂર્વે મકાન બાંધકામના નિષ્ણાંતની સલાહ લો.

લૂ લાગેલ વ્યક્તિની સારવારઃ

Advertisement

ભીના કપડાંનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઇ રહે તે માટે ઓ.આર.એસ અથવા લીંબુ સરબત જેવું પ્રવાહી આપો. વ્યક્તિને તાત્કાલિક નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર ખાતે લઈ જાવ • જો શરીરનું તાપમાન એકધારૂ વધતું હોય, માથાનો અસહ્ય દુ:ખાવો હોય, ચક્કર આવતા હોય, નબળાઇ હોય ઊલ્ટી થતી હોય કે બેભાન થઇ ગયા હોય, તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવો.

આટલું ન કરો

Advertisement

બપોરના ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી તડકામાં ન જાવ. જ્યારે તમે બપોરના સમયે બહાર હોવ ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃતિ ન કરો. ઉઘાડા પગે બહાર ન જવું, આ સમયે રસોઇ ન કરો. રસોડામાં હવાની અવર-જવર માટે બારી અને બારણા ખુલ્લા રાખો. શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમ કે શરાબ, ચા-કોફી,સોફ્ટ ડ્રિંકસ ના લો. પ્રોટીનની વધુ માત્રા વાળા મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠા વાળા આહાર ને ત્યજો. પાર્ક કરેલા વાહનોમાં પાળતુ પ્રાણી કે બાળકોને એકલા ન રાખો. વધારે પડતી રોશનીવાળા વિજળીના બલ્બનો ઉપયોગ ટાળો અને જરૂર ના હોય તો કોમ્પ્યુટર કે બીજા ઉપકરણને બંધ રાખો.

કૃષિ વિષયક તકેદારીના પગલાં

Advertisement

ઊભા પાકને હળવું તેમજ વારંવાર સિંચન કરો. પાક વિકાસની મહત્વના સ્તરે સિંચાઇની માત્રા વધારો. નિંદામણ કરીને જમીનના ભેજનું પ્રમાણ જાળવો. વહેલી સવારે અથવા સાંજે સિંચાઇ કરો. જો તમારો વિસ્તાર હીટ વેવ કે લૂ ફૂંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિંકલરથી સિંચાઈ કરો.

પશુપાલન આટલું કરો

Advertisement

પશુઓને છાયાડામાં રાખો અને તેમને શુષ્ય તથા ઠંડુ પાણી પુષ્કળ પ્રમાણમાં આપો. તેમની પાસેથી સવાર ના ૧૧ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી કામ ના લો. આશ્રય સ્થાનનું તાપમાન ઓછું કરવા માટે તેના છતને ઘાસથી ઢાંકો. અથવા તો છાણ, કાદવ અથવા સફેદ રંગથી રંગો, આશ્રય સ્થાનમાં પંખા લગાવી પાણીનો છંટકાવ કરો કે ફીંગર્સ લગાવો. બહુ જ ગરમી હોય તેવા સંજોગોમાં પાણીનો છંટકાવ કરો અથવા પશુને પાણીના હવાડા નજીક લઈ જાવ. આહારમાં તેમને લીલો ચારો આપી પ્રોટીન તથા ચરબી વગરનો આહાર આપી ખનીજ દ્રવ્યયુક્ત ખોરાક આપો. જ્યારે બહુ ગરમી ન પડતી હોય એ સમયે ચરાવા લઈ જવાં જોઈએ. મરઘા ઉછેર કેન્દ્રમાં પડદા લગાવી અને હવા ઉજાસની યોગ્ય વ્યવસ્થા કરો. બપોરના સમયે પશુઓને ચરાવવા ન લઈ જાવ.

Advertisement

Trending

Exit mobile version