Panchmahal

ડો.પારસ પટેલ પારસમણી છે તેમનો હાથ અડતા દર્દી બેઠો થઈ જાય

Published

on

પંચમહાલ જિલ્લા ના ઘોઘંબા તાલુકાના અનુભવી તબીબ ની બદલીને લઈ ગ્રામ્ય વિસ્તારો તથા નગરની જનતામાં તંત્ર તથા રાજકીય આગવાનો પ્રત્યે રોષ ફેલાયો હતો જેની અસર ચૂંટણીઓમાં પણ પડી હતી ત્યારે હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા ઘોઘંબા રેફરલ હોસ્પિટલના તબીબ ડોક્ટર પારસ પટેલને પુન:ઘોઘંબામાં લાવવાનું વચન જાહેર માં આપ્યું હતું જે વચનને બંને ધારાસભ્યોએ પાળી બતાવી ડોક્ટર પારસ પટેલને માન સન્માન સાથે ઘોઘંબા રેફરલ હોસ્પિટલમાં મુખ્ય તબીબ તરીકે પરત લાવતા તાલુકા પંથકમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો નિયુક્તિ પત્ર લઇ ડોક્ટર પારસ પટેલ પાંચ વાગ્યે ઘોઘંબા આવવાના હોવાની ખબર ઘોઘંબા પંથકમાં ફેલાતા લોકો સ્વયંભૂ પુષ્પગુચ્છ તથા ફુલહાર લઈ સાંજે 7:00 વાગ્યા સુધી તેમની રાહ જોઈને ઉભા હતા તેમના આવ્યા બાદ કુમકુમ તિલક કરી ફૂલહાર થી સ્વાગત કરી તેમના વધામણા કર્યા હતા.

ડોક્ટર પારસ પટેલની આવવાની ખુશીમાં ગ્રામજનોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેચી ડોક્ટર પારસ પટેલ ના આગમનને એક યાદગાર ક્ષણ બનાવી હતી ત્યારે ડોક્ટર પારસ પટેલના આવ્યા બાદ ઘોઘંબા તાલુકામાં ફરજ બજાવી ચૂકેલા રાજગઢ પોલીસ સ્ટેશનના પૂર્વ પીએસઆઇ આર.આર।ગોહિલને પણ રાજગઢ પોલીસ સ્ટેશનમાં નિયુક્ત કરવામાં આવે તો ઘોઘંબા પંથકના લોકોને સોનામાં સુગંધ ભળે
* ડો પારસ પટેલ ઘોઘંબા રેફરલ હોસ્પિટલ માં આવ્યા લોકો નો જનસમુહ ઊમટ્યો
* પારસ પટેલ ની વરણી ઘી ના ઠામ માં ઘી ઠર્યું
* લોકો એ આતશબાજી કરી મીઠાઈ ઓ વહેચી આનંદ વ્યક્ત કર્યો
* તપતી ગરમી માં ત્રણ કલાક સુધી લોકો ડો.પારસ પટેલ ની રાહ જોઈ ઊભા રહ્યા

Advertisement

Trending

Exit mobile version