Gujarat

ગાંધીધામમાં DRIને લાકડાના કન્સાઈનમેન્ટમાંથી મળ્યું આટલા કરોડનું કોકેઈન

Published

on

કચ્છમાંથી ફરી એકવાર કોકેઈન મામલે વધુ એક ઘટના સામે આવી છે. ડીઆરઆઈએ રૂ.10.4 કરોડથી વધુની કિંમતનું 1.04 કિલો કોકેન જપ્ત કર્યું છે. દેશમાં ડ્રગના જોખમ સામેની લડાઈ ચાલુ રાખીને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ આયાત કન્સાઈનમેન્ટમાંથી 1.04 કિલો કોકેઈન રીકવર કર્યું છે. જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં રૂ. 10.4 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.

ડીઆરઆઈ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે એક્વાડોરથી આયાત કરાયેલા અમુક માલસામાનમાં માદક દ્રવ્યો હોવાની શક્યતા છે. કન્સાઇનમેન્ટ માટે આયાત માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી ન હતી. 220.63 MT નું કુલ વજન ધરાવતું ‘ટીક રફ સ્ક્વેર લોગ્સ’ ધરાવતું જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટ, જે ઇક્વાડોરથી મુન્દ્રા બંદરે આયાત કરવામાં આવ્યું હતું. તેની વિગતવાર તપાસ માટે ઓળખ કરવામાં આવી હતી.

Advertisement

તપાસ દરમિયાન, એક કન્ટેનરમાં એક પેકેટ ચુસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું હતું. જે નમૂનો શંકાસ્પદ પેકેટમાંથી ડ્રો અને ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. ટેસ્ટમાં પેકેટમાં કોકેઈનની હાજરીની પુષ્ટિ થઈ હતી.

Advertisement

Trending

Exit mobile version