Editorial
ઉનાળામાં છાશ પીવાથી હાશ…. થાય છે આયુર્વેદમાં તેની તુલના અમૃત સાથે કરવામાં આવી
(સુરેન્દ્ર શાહ દ્વારા)
છાશ માનવ જીવન માટે અતિ ઉપયોગી અને સ્વાસ્થ્યવર્ધક પીનું છે આયુર્વેદમાં છાશ ની તુલના અમૃત સાથે કરવામાં આવી છે છાશના નિયમિત સેવનથી શરીરના ઘાતકી તત્વો ને પેશાબ માટે બહાર કાઢવામાં મદદરૂપ થાય છે છાશના સેવનથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે આ ઉપરાંત સળંગ ત્રણ દિવસ છાશનું આહારમાં સામેલ કરવામાં આવે તો પંચકર્મની ક્રિયા આપોઆપ થાય છે જેના માટે દવાખાનામાં દાખલ થઈ પાંચ દિવસનો સમય અને આર્થિક બોજ સહન કરવો પડે છે તે ના કરવો હોય તો છાશનું સેવન નિયમિત રીતે કરો છાશના સેવનથી તમારા ચહેરામાં ચમક આવે છે.
આ ઉપરાંત બંધ કોષમાં પણ ફાયદો થાય છે ચરબીમાં ઘટાડો થાય છે છાશમાં આર્યન ઝિંક પોટેશિયમ જેવા તત્વો છે જે સ્વાસ્થ્ય માટે અતિ આવશ્યક છે છાશ સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય વર્ધક પણ છે છાશ પીવાથી શરીરનું પંચકર્મ આપોઆપ થઈ જાય છે છાશ એ કચ્છીઓ માટે માનીતું પીણું છે તેઓના જમણવારમાં ગમે તેટલી મીઠાઈ કે પકવાન બનાવ્યા હોય પરંતુ છાશ ન હોય તો તેઓનું જમણ અધૂરું ગણાય છે આ ઉપરાંત ગરમીના દિવસોમાં છાશનુસેવન ઠંડક સાથે અમી સિંચન કરવાનું કામ કરે છે.