Connect with us

Health

ગરમીમાં માટલાનું પાણી પીવાથી સ્વાસ્થ્યને મળશે અનેક ફાયદા, દૂર થશે અનેક સમસ્યાઓ

Published

on

ઉનાળાની આ સિઝનમાં વધારે પરસેવો થાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિને વધુ તરસ લાગે છે. લોકો શહેરોમાં બજારમાંથી બોટલો ખરીદીને પાણી પીવે છે. તો મો હવે મોટાભાગના ઘરોમાં પણ આરઓ સિસ્ટમ લગાવવામાં આવી ગયા છે, ત્યારે આજના ઘરોમાં માટલું જોવા મળવું મુશ્કેલ છે ત્યારે ફ્રિજ,આરો કે બોટલના પાણી કરતા આપણે સૌ જાણીએ છીએ કે માટલાનું પાણી સૌથી વધારે ફાયદાકારક છે તેમ છત્તા આરઓનું પાણી પીએ છે. પણ તમને જણાવી દઈએ કે માટલાનું પાણી પીવાના અનેક લાભ છે આ સાથે માટલાનું પાણી અમૃત સમાન છે. તે અનેક સમસ્યાઓથી બચાવવાની સાથે શરીર માટે પણ ફાયદાકારક છે.

પાણીની ગુણવત્તા સારી રહે છે :
સૌથી સારી વાત એ છે કે માટીના વાસણ અથવા ઘડામાંથી પાણી પીવાથી પાણીની ગુણવત્તા સુધરે છે. મટકા પાણીની તમામ અશુદ્ધિઓને દૂર કરે છે. પ્લાસ્ટિકની બોટલોથી વિપરીત, માટીના વાસણોમાં કોઈ રસાયણોનો ઉપયોગ થતો નથી. તેથી તે કેમિકલ મુક્ત છે

Advertisement

PH લેવલ સંતુલિત રહે :
પાણી પીતી વખતે તેનું pH લેવલ જાણવું જરૂરી છે. pH નો સંપૂર્ણ અર્થ પાવર ઓફ હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોજનની શક્તિ છે. પદાર્થમાં રહેલા હાઇડ્રોજન પરમાણુઓ તેની એસિડિક અથવા આલ્કલાઇન પ્રકૃતિ નક્કી કરે છે. એટલે કે જો પ્રવાહીનો pH 1 અથવા 2 હોય તો તે એસિડિક હોય છે અને જો pH 13 અથવા 14 હોય તો તે ક્ષારવાળુ હોય છે. જો pH 7 હોય તો તે ન્યુટ્રલ હોય છે જેમાં ન્યુટ્રલ બેસ્ટ છે. આનાથી શરીરના આંતરિક અવયવોને ઘણું નુકસાન થઈ શકે છે. આથી ઘડામાં રાખવામાં આવેલ પાણીનું pH લેવલ સંતુલિત રહે છે. ઘડાની પ્રકૃતિ આલ્કલાઇન છે, તે પાણીના એસિડિક તત્વોને સામાન્ય બનાવવાનું કામ કરે છે. ઘણા કે માટલાનું પાણી પીવાથી શરીરનું pH લેવલ પણ જળવાઈ રહે છે.

એસિડિટી અને ગેસની સમસ્યા દૂર થશે :
માટીના વાસણમાં રાખેલ પાણી પીવાથી પીએચ લેવલ સંતુલિત રહે છે આથી તેનું નિયમિત પાણી પીવાથી એસિડિટી અને ગેસ્ટ્રિક જેવી સમસ્યાઓથી દૂર રહે છે.

Advertisement

મેટાબોલિઝમ બુસ્ટ થાય :
માટીના વાસણમાં રાખેલ પાણી તમામ પ્રકારના રસાયણોથી મુક્ત હોય છે. જો તમે દરરોજ માટલાનું પાણી પીવો છો, તો તે મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. સારી પાચનક્રિયાથી આખા શરીરને ફાયદો થાય છે.

હીટ સ્ટ્રોકથી બચાવે :
ઉનાળામાં હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાનો ખતરો રહે છે, પરંતુ જો તમે માટલાનું પાણી પીઓ છો તો તમે આ સમસ્યાથી બચી શકો છો. કારણ કે આ પાણીમાં મિનરલ્સ અને પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

Advertisement

ગળામાં સોજા નહી આવે :
રેફ્રિજરેટરનું પાણી પીવાથી ક્યારેક ગળામાં સોજો આવે છે જ્યારે માટીના વાસણનું પાણી આપણને આ સમસ્યાઓથી બચાવે છે. જો કોઈને ગળામાં દુખાવો કે ખાંસી હોય તો ફ્રિજને બદલે માટલાનું પાણી પીવે છે તો થોડા ટાઈમમાં જ રાહત મળે છે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!