Panchmahal

પાવાગઢ ચાંપાનેર બસ સ્ટેન્ડ થી માતાજીના મંદિર સુધી ડ્રોન કેમેરાથી ચાંપતી નજર

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા)
ચૈત્રી નવરાત્રી ને લઈને પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના ચરણોમાં મસ્તક નમાવવા આસ્થા અને ભક્તિ ભાવપૂર્વક શક્તિપીઠના સ્થાનકે આવશે માઈ ભક્તોની સુરક્ષા ને લઈને જિલ્લા પોલીસ દ્વારા પાવાગઢ ચાંપાનેર થી ડુંગર સુધી પોલીસ છાવણીમાં તબદીલ કરી દીધું છે

બંદોબસ્તમાં 700 ઉપરાંત પોલીસ કર્મીઓ ફરજ પર હાજર રહેશે જેમાં ત્રણ ડીવાયએસપી, આઠ પીઆઈ, 230 પીએસઆઇ, હોમગાર્ડ, મહિલા પોલીસ, જીઆરડી સાથે એલસીબી વિભાગ એસઓજી વિભાગ પેરોલફોર્સ આ ઉપરાંત ચાંપાનેર બસ સ્ટેન્ડ થી માતાજીના મંદિર સુધી સતત ડ્રોન કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવશે આ મોનિટરિંગના રીવ્યુ માંચી ખાતે બનાવવામાં આવેલ કંટ્રોલરૂમમાં સંગ્રહ થશે આ ઉપરાંત ઉષા બ્રેકો દ્વારા પણ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે

Advertisement

જેનું કંટ્રોલિંગ અને મોનિટરિંગ ઉષા બ્રેકોના કંટ્રોલરૂમમાં થશે પહેલાં નોરતાથી પૂર્ણિમા સુધી સતત પોલીસ બંદોબસ્ત રહેશે આઠમના દિવસે માતાજીના પરિસરમાં માતાજીનો હવન થાય છે અને નવરાત્રી દરમિયાન આઠમનું એક આગવું મહત્વ હોય છે આઠમના દિવસે મંદિર સવારે ચાર વાગે ભક્તોના દર્શન માટે ખોલવામાં આવશે

  • બંદોબસ્તમાં 700 ઉપરાંત પોલીસ કર્મીઓ ફરજ પર હાજર રહેશે
  •  CCTV થી મોનિટરિંગ થશે
  •  ચાંપાનેર બસ સ્ટેન્ડ થી માતાજીના મંદિર સુધી સતત ડ્રોન કેમેરાથી ચાંપતી નજર રાખવામા આવશે
  •  3 ડીવાયએસપી, 8 પીઆઇ, 230 પીએસઆઇ, તથા અન્ય પોલીસ કર્મી મળી 700 પોલીસની ફોજ શૂરક્ષા માટે તૈનાત

Trending

Exit mobile version