Connect with us

Gujarat

સુરતનાં રામપુરા વિસ્તારમાં ડૃગસ નો વેપલો, SOG પોલીસે ડૃગસ ઝડપી પાડવામાં સફળતાં મળી

Published

on

સુનિલ ગાંજાવાલા
સુરત

સુરત SOG પોલીસે બાતમીના આધારે લાલગેટ પોલીસની હદમાં આવતા રામપુરા વિસ્તાર માંથી ૧ કિલો થી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.જોકે પોલીસને જોઈ ડ્રગ્સ પેડલરો નાસી જતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ડ્રગનું વેચાણ કરતા તેમજ નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઈસમો સામે સુરત પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના લાલ ગેટ પોલીસની હદમાં આવતા રામપુરા લાલમીયા મસ્જિદ પાસે બે ઇસમો ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાની બાતમી એસોજીને મળી હતી. ત્યારે એસઓજીએ બાતમીના આધારે ઘટના સ્થળ પર વોચ રાખી હતી. તે દરમિયાન આરોપી મોહમ્મદ કાશીફ ઉર્ફે પસીના શેખ પોતાના મોપેડ પર પ્રતિબંધિત એમડી ડ્રગ કે, જેનું વજન 1 કિલો હતું અને તેનો મુદ્દામાલની રકમ એક કરોડ રૂપિયા થવા પામે છે તે આરોપી શહેબાઝ ખાનને આપવા માટે જતો હતો. તે સમયે પોલીસને જોતા જ આ ઈસમે એક કરોડ રૂપિયાનું ડ્રગ્સ રસ્તા પર ફેંકી દીધુ હતું અને ત્યારબાદ તે પોતે ભાગી ગયો હતો. ત્યારે પોલીસે એક બર્ગ મેન અને એક સ્પ્લેન્ડર બાઈક સાથે 1 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે અને ડ્રગ્સનો જથ્થો આપનાર મોહમ્મદ કાશીફ ઉર્ફે પશીના શેખ અને ડ્રગ્સનો જથ્થો મંગાવનાર શહેબાઝ ખાનને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે ૧ કરોડ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. રામપુરા વિસ્તારમાં ડ્રગ્સનો વેપલો કરનારા યુવકો થી લોકો અકળાઈ ઉઠ્યા હતા.આ લોકો મસ્જિદ પાસે ડ્રગ્સની ડિલિવરી કરવાં આવતા હોવાની પાકી બાતમી એસઓજીને મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

 

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!