Gujarat
શાક માથી સૂકા મશાલા ગાયબ થશે
પેટ્રોલ, ડીઝલ, ગેસ, અનાજ કરિયાણું, તેલ, દૂધ, દહીં, કઠોળ અને લાઈટ બિલ બાદ હવે મસાલા ભરવાની સીઝન આવી ત્યારે મસાલાના ભાવમાં પણ 30 થી 40% જેટલો વધારો થતા સામાન્ય માણસ માટે જીવન જીવવું દોહલ્યૂ બની ગયુ છે મધ્યમ વર્ગના પરિવારનું બજેટ ખોરવાઈ જતા બે છેડા ભેગા કરવામાં માનસની બુદ્ધિ બહેર મારી ગઈ છે ગયા વર્ષે લાલ પાવડર મરચાનો ભાવ કિલોનો 400 રૂપિયા હતો તેનો ભાવ આજે 700 છે, કાશ્મીરી મરચા નો હજાર રૂપિયા, રેશમ પટ્ટી નો ભાવ 600, મારવાડ મરચું 500 રૂપિયા ,પટ્ટણી મરચું 450, મરચાનો પાક મોટેભાગે કર્ણાટક અને આંધ્રમાં થાય છે પરંતુ મરચાની વાવણી બાદ બે વખત મોટા વાવાઝોડા આવતા મરચાના છોડ પરથી મરચા ખરી ગયા પરિણામે મરચાના ઉતારામાં 30 થી 40 ટકાનો ઘટાડો નોંધાયો આ ઉપરાંત ગરમીના દિવસોમાં પણ તબક્કાવાર ઠંડી આવતી ગઈ પરિણામે ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો આંધ્ર અને કર્ણાટકના ખેડૂતો જણાવે છે
આટલો મોટો ઘટાડો થતાં બજારમાં મરચાની માંગ વધી ગઈ આ ઉપરાંત તકનો લાભ લેવા માટે નજર રાખીને બેઠેલા વેપારીઓ દ્વારા માલ સ્ટોક કરી ભાવનો કંટ્રોલ પોતાના હસ્તક રાખવામાં સફળ થયા જોકે આ ભાવ વધારામાં જીએસટી, પેટ્રોલ, અને ડીઝલના ભાવમાં વધારો થતા ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચ વધ્યો તે પણ ભાવ વધારા માટે જવાબદાર ખરા ટૂંકમાં સરકારી વહીવટ અને “વર મરો કન્યા મરો” પરંતુ ગોરનું તરભાણું ભરો તેવો ઘાટ થયો હોવાનું લોકોમાં ચર્ચાય છે લોકોની આર્થિક ભીશ માં વધારો થયો છે ગયા વર્ષે ઈલાયચી 1000 રૂપિયા કિલો હતી તે આ વર્ષે 5000 રૂપિયા કિલો નો ભાવ બોલે છે જોકે સરકારની વહીવટી અને વેપારીઓ પર ના કંટ્રોલના અભાવે તથા ગ્લોબલ વોર્મિંગ પણ ભાવ વધારા માટે જવાબદાર હોવાનું બુદ્ધિજીવીઓ અને વેપારીઓ માને છે
* મસાલાના ભાવમાં પણ 30 થી 40% જેટલો વધારો
* તકનો લાભ લેવા માટે નજર રાખીને બેઠેલા વેપારીઓ દ્વારા માલ સ્ટોક કરી ભાવનો કંટ્રોલ પોતાના હસ્તક રાખવામાં સફળ થયા
* લોકોની આર્થિક ભીશ માં વધારો શાક માથી મશાલા ગાયબ થશે
* સરકારનો વહીવટ અને વેપારીઓ પર ના કંટ્રોલના અભાવે પેટ્રોલ,ડીઝલ, GST અને ગ્લોબલ વોર્મિંગ પણ ભાવ વધારા માટે જવાબદાર હોવાનું બુદ્ધિજીવીઓએ સ્વીકાર્યુ