Editorial
ગ્લોબલ વોર્મિંગ અને અવારનવાર થતાં વરસાદી માવઠાના લીધે શું કેરી રશિયાઓનો સ્વાદ આ વર્ષે બગડશે????
સુરેન્દ્ર શાહ દ્વારા
કુદરતની આડોડાઈ અને ગ્લોબલ વોર્મિંગ ને લઇ આ વર્ષે અસહ્ય ગરમી સાથે હાડર્થ્રીજાવતી ઠંડી અને સીઝન વગરના અવારનવાર થતાં વરસાદી માવઠાઓનું ખેતી પર ગ્રહણ લાગ્યું છે. પરિણામે આ વર્ષે ઘઉં, ચણા, રાયડો સાથે શિયાળુ ખેતીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. તથા ચોમાસામાં થયેલા પાકના નુકસાનનું વળતર સર્વે કરાયા બાદ સરકાર દ્વારા આપવામાં આવ્યું નથી જેને લઈને ખેડૂતો દ્વારા આક્રોશ વર્તાયો છે તાજેતરમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં અસાધારણ સીત લહેર આવતા ફળોના રાજા કેરીના પાકને ભારે નુકસાન થવા પામ્યા નુ. વલસાડ ના દિનેશભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવે છે તેઓના બે આંબાવાડિયા છે શરૂઆતમાં આંબાના વૃક્ષો ઉપર કલ્પના ના કરી હોય તેવો મોર આવ્યો હતો
અને એ વખતે આશા બંધાઈ હતી કે આ વર્ષે કેરીનો પાક મબલખ પ્રમાણમાં ઉતરશે પરંતુ બે બે વખત આવેલા વાવાઝોડા અને ભારે પવને આંબા પરનો મોર ખરી પડ્યો બાકી રહ્યો હતો તે મોરને અસહ્ય ઠંડીએ અસર પહોંચાડી મોર કાળો પડી ગયો. પરિણામે કેરીના પાકને નુકસાન થવા પામ્યું છે આ વર્ષે કેરીના પાકમાં ગળપણને બદલે ખટાશ વધુ રહેશે પાક ઓછો આવશે એટલે ભાવ આસમાને રહેશે પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ બગડશે સાથોસાથ રાજાપુરી કેરી દ્વારા બનાવવામાં આવતા અથાણા અને અન્ય વાનગીઓ પણ મોંઘી બનશે જે આખું વર્ષ વપરાય છે
મધ્યવર્ગ ગરમીના દિવસો કે ચોમાસામાં જ્યારે લીલા શાકભાજીના ભાવ આસમાંને હોય છે અને કઠોળના ભાવ પોસાય તેમ ન હોય ત્યારે અથાણા કે અન્ય કેરીની વાનગીઓથી ચલાવતા હોય છે સૌરાષ્ટ્રની રાણીનું બિરુદ પામનાર કેસર કેરીના ઉતારામાં પણ કમી આવશે પરિણામે કેસર કેરીનો ભાવ પણ આસમાને રહેશે તાજેતરમાં મુંબઈ ખાતે કેસર કેરીનું વેચાણ થયું હતું એમાં એક ડઝનનો ભાવ 2600 રૂપિયા હતો મતલબ એક કેરી નો ભાવ 216 ની આજુબાજુના વેચાણ થયેલ છે આ વર્ષે કેરી ખાવાની મજા આવશે નહી