Gujarat
ઉત્તર ભારતમાં ભારે વરસાદ ને કારણે રેલ યાતાયાત પર અસર પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા આવતી કાલે કઈ ટ્રેનો રદ કરવામાં આવી જાણો

નૈઋત્યના ચોમાસાના પ્રવેશ સાથે જ અનેક રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જયારે હાલ ઉત્તર ભારતમાં ભારે વરસાદ ને કારણે રેલ યાતાયાત પર પણ અસર પડી છે જેથી પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન માંથી પસાર થતી ઉત્તર રેલવેની કેટલીક ટ્રેનો ને ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને ખરાબ વાતાવરણના પગલે પ્રભાવિત થતા રદ કરવામાં આવી છે
ઉત્તર ભારતમાં ભારે વરસાદ ને કારણે ઉત્તર રેલવેમાં ઉત્તર રેલવે ના સરહિંદ-નાંગલ ડેમ, ચંદીગઢ-સનેહવાલ, સહારનપુર-અંબાલા અને અંબાલા-દિલ્હી વિભાગોમાં ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવે ની ટ્રેનો ને અસર થતા ટ્રેન નં 22451 બાંદ્રા ટર્મિનસ – ચંદીગઢ એક્સપ્રેસ અને ટ્રેન નં 12471 બાંદ્રા ટર્મિનસથી શ્રી માતા વૈષ્ણો દેવી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન તા. 13 જુલાઈના રોજ રદ કરવામાં આવી છે