Connect with us

Gujarat

દૂધ ના ભાવ માં વધારો થતા હાલોલ ની મહિલાઓનું બજેટ ખોરવાયુ

Published

on

Due to increase in the price of milk, the budget of the women of Halol was disturbed

(સુરેન્દ્ર શાહ દ્વારા )

ફેબ્રુઆરી માસની શરૂઆતમાં એક લીટર દૂધે હાલોલ ના બજારમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અગાઉથી કોઈ પણ જાતની જાણ કર્યા વગર એક લિટરે રૂપિયા બે નો વધારો થતા લોકો વિમાસનમાં પડી ગયા હતા છેલ્લા એક વર્ષમાં દૂધ ના ભાવ માં રૂ| 6 નો વધારો કરવામાં આવ્યો છે પરિણામે દરરોજ 1 લિટર દૂધ વાપરતા મધ્યમ વર્ગ ના પરિવારોને એક મહિનામાં 180 રૂપિયાનો વધારાનો ખર્ચ માથે પડતા બજેટ ખોરવાયું છે ભાવ વધારા સાથે પાઇપલાઇન ગેસમાં વધારો, લાઈટ બિલ ના ભાવમાં વધારો, અનાજ કઠોળના ભાવમાં વધારો, ગેસના બોટલના ભાવમાં વધારો, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, સીએનજી ગેસના ભાવમાં વધારો અને બસ ભાડામાં વધારો આ બધા વધારા માં સામાન્ય માણસોનું બજેટ ખોરવાયુ છે અને પરિવારના મુખીયા ની કરોડરજ્જુ તુટી ગઈ છે.

Advertisement

Due to increase in the price of milk, the budget of the women of Halol was disturbed

અમુલ ડેરી દ્વારા ભાવ વધારો કરવામાં આવે ત્યારબાદ ભારતના તમામ ગામો અને ડેરીઓમાં ભાવ વધારો કરવામાં આવે છે દૂધનો ભાવ વધે એટલે દૂધમાંથી બનતી તમામ વસ્તુઓ જેવી કે દહીં, છાશ, પનીર માખણ,બટર મીઠાઈમાં વપરાતો માવો ચીઝ તમામ વસ્તુઓમાં ભાવ વધારાની અસર થાય અને ઉપરોક્ત દર્શાવવામાં આવેલ વસ્તુઓમાંથી બનતી વસ્તુઓમાં પણ ભાવ વધે આ ઉપરાંત તમામ વસ્તુઓ પર જીએસટીનું વધારાનું ભારણ તો ખરું જ પગારદાર માણસ તેનો પગાર લે તેમાં જીએસટી ની ચુકવણી ત્યારબાદ બજારમાંથી ખરીદ કરવામાં આવતી તમામ ચીજ વસ્તુઓ પર જીએસટીની ચુકવણી કરે આખરે બચત ના નામે મધ્યમ પરિવાર પાસે કઈ જ બચતું નથી અને આ ભાવ વધારાને રોકવા માટે તંત્ર કે સરકાર પાસે ભાવને કાબૂમાં લેવા માટેની કે તેની સમસ્યાઓ ના ઉકેલની કોઈ ચાવી નથી પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગ કારમી મોઘવારી માં પીસાતો જાય છે

  • અમુલ ડેરી ભાવ વધારો કરે એટલે સમગ્ર ભારત માં દૂધનો ભાવ વધે
  • મધ્યમ વર્ગ પરિવારનો મુખ્યા ભાવ વધારા માં વાંકો વળી ગયો ભાવ વધારા ને નાથવા નો કોઈ ઈલાજ સરકાર પાસે નથી
  • પાઇપલાઇન ગેસમાં વધારો, લાઈટ બિલ ના ભાવમાં વધારો, અનાજ કઠોળના ભાવમાં વધારો, ગેસના બોટલના ભાવમાં વધારો, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, સીએનજી ગેસના ભાવમાં વધારો અને બસ ભાડામાં વધારો આ બધા વધારા માં સામાન્ય માણસોનું બજેટ ખોરવાયુ
error: Content is protected !!