Chhota Udepur
છોટાઉદેપુર નજીક જાગનાથ મહાદેવ મંદિર પાસે બસ સ્ટોપ અને બસ સ્ટેન્ડ ન હોવાથી લોકોને હાલાકી

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર થી કવાંટ રોડ પર જાગનાથ મહાદેવ મંદિર પાસે બસ સ્ટેન્ડ બનાવવા માટે લોક માંગ ઉઠી છે કારણ કે અહિયાં લોકો ની આસ્થા નું કેન્દ્ર પૌરાણિક અને સુપ્રસિદ્ધ જાગનાથ મહાદેવ મંદિર આવેલ છે અને છોટાઉદેપુર નજીક ની મહત્વ ની મમ્મા માર્ગારેટ ઓકિયાના હાઈસ્કૂલ તેમજ નાનીપીપલેજ તથા માણકા ઉપરાંત હાલ ૧૬૨ મકાનો સાથે આકાર લઈ રહેલ કૃષ્ણ નગર સોસાયટી નાં લોકો માટે ખાસ અવરજવર રહેતી હોય છે, બસ સ્ટેન્ડ અને બસ સ્ટોપ નહીં હોવાનાં કારણે પોતાનું વાહન નહીં હોય તેવા લોકો પગપાળા બ્રિજ ક્રોસ કરી ને જવું પડે છે અને ખાસ વાત એ છે કે બ્રિજ પણ સાંકળો હોવા નાં કારણે ખુબ હાલાકી પડી રહી છે,જેથી માર્ગ અને મકાન વિભાગ બસ સ્ટેન્ડ માટે તથા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ બસ ઉભી રહે તેવી સૂચનાઓ આપવામાં આવે અને લોકો માટે આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.