Uncategorized

સાફ સફાઈના અભાવે જીંજરી કેનાલની હાલત બદ થી બદતર ખેડૂતોના પિયત પાણી માટે વલખાં

Published

on

(ઘોઘંબા)

ધનેશ્વર થી પસાર થતી જીંજરી કેનાલમાં સાફ-સફાઈ કરવામાં ન આવતા ધનેશ્વર વિસ્તારના ખેડૂતોની 350 વીઘા જમીન પાણી વિના તરસી રહી છે. કેનાલમાં ઝાડી ઝાંખરા અને કચરાના ભરાવાથી લીકેજની સમસ્યા તેમજ કેનાલ ઓવરફ્લો થવાના કારણે પાણી ખેડૂતના ઘરમાં ઘૂસ્યુ તથા બીજું પાણી વ્યર્થ વહી ગયું કેનાલ તથા કેનાલના કુવા ચોકઅપ હોવાના કારણે પાંચથડી, ધનેશ્વર, પાંચ્યાકુવા તથા ભાણપુરા સુધી પાણી પાણી પહોંચતું ન હોવાની ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

Advertisement

ઘોઘંબા તાલુકાના જીંજરી ખાતે ખેતી સિંચાઈ માટે ડેમ બનાવવામાં આવ્યો છે જેમાંથી નીકળતી કેનાલ ઝીંઝરી, ઊંડવા, ધનેશ્વર, પાધોરા,,પાંચથડી તથા ભાણપુરા જેવા ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે આ કેનાલનો વહીવટ નાની સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાય વર્ષથી નાનીસીંચાઈ વિભાગમાં અધિકારીની મહેકમ ના કારણે કેનાલની સાફ-સફાઈ ના થઈ સકતા કેનાલના કુવા જામ થઈ ગયા છે. જેને કારણે કેનાલમાં પાણી છોડતા કેનાલ પાણીથી ઉભરાઈ જાય છે અને પાણી લોકોના ઘરમાં અને ખેતરોમાં ઘૂસી જતા તૈયાર થયેલા પાકનો બગાડ થાય છે આ કેનાલમાંથી નીકળતા લીમડી વાળા ઢાળિયાનું રીપેરીંગ કે સાફ-સફાઈ ન કરતા ઢાળિયામાં પાણી આવતું નથી ઢાળિયામાં પાણી ન આવતા આ વિસ્તારની 350 વીઘા જેટલી જમીન સિંચાઈના પાણી થી વંચિત રહી જાય છે. નાની સિંચાઈ વિભાગ દ્વારા ઢાળિયાના મુખને  સિમેન્ટ કોંકરેટ થી પુરી દેવામાં આવતા ખેડૂતોને ડમકી ભાડે લાવી તેનાથી પાઇપ વડે ખેતર માં પાણી મૂકવું પડે છે જે ખર્ચાળ હોય ખેડૂતોને પાકની આવક કરતા જાવક વધી જાય છે અને છેલ્લે હિસાબ કરતા ખેડૂતોના ભાગે ગધ્ધા મજૂરી વગર કશું હાથમાં આવતું નથી. લીમડી વાળું ઢાળિયું બાણ વિસ્તારમાં આવતું હોવા છતાં નાની સિંચાઈ વિભાગ દ્વારા અહીં કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી. ઉલટાનું ઢાળિયા નું મુખ કોંકરેટથી પૂરી દેતા પાણી બંધ થઈ ગયું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ નાની સિંચાઈ વિભાગના કર્મચારીઓ ફોર્મ ભરાવી પૈસા પહેલા ઉઘરાવી જાય છે અને પાણી આપતા નથી. ઉંડવા પાસે જીંજંરી કેનાલના કૂવામાં કચરો ભરાતા અને ઝાડી ઝાંખરાં ઉંગી નિકળવાના કારણે તે સીલ થઈ ગયાછે જેનાથી કેનાલમાં થોડુ પાણી છોડતા કેનાલ છલકાઈ હતી અને તેનું પાણી રત્નાભાઇ રાઠવા ના ઘરમાં ઘૂસી ગયું હતું અને બીજું પાણી નજીકના ખેતરોમાં ઘૂસી જતા તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચ્યું હતું. પાણીના અભાવે કેનાલ નજીકના ખેતરો પડતર પડ્યા છે

કેનાલની સાફ સફાઈ અને ખેડૂતોને પાણી ન મળતું હોવાના ખેડૂતોના આક્ષેપો વિશે નાની સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ઓજસ મહાલા ને  પૂછતા તેમણે જણાવ્યું હતું કે હું હમણાં જ આવ્યો છું તેમજ કેનાલનો સર્વે કરાવી તેનું નવીનીકરણ કરવાની જરૂર છે અમે તેના માટે તમામ જરૂરી કાર્યવાહી કરી કેનાલ રીપેરીંગ માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી ઉપર મોકલી આપેલ છે અને ટૂંક સમયમાં મંજૂર થઈને આવી જશે અને ખેડૂતોને રાબેતા મુજબ પાણી મળતું થઈ જશે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા પછી કેનાલ નું કામ શરૂ કરવામાં આવશે હાલમાં અમે કેનાલ અને ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તેવા પ્રયાસો કરી રહ્યા છે તો બીજી તરફ ખેડુતો પોતાના ખેતરમાં મોંઘા ભાવના બિયારણની રોપણી કરી ખાતર નાખવાનું શરૂ કરવામાં આવ્યું છે ખેડૂતોને પાણી નહીં મળે તો સંપૂર્ણ પાક બળી જવાની સંભાવના હોવાથી ખેડૂતો ગાંઠના રૂપિયા ખર્ચી ડમકી ભાડે લાવી પાઈપ વડે ખેતરમાં પાણી મુકી રહ્યા છે જે સોના કરતા ઘડામણ મોંઘી જેવી હાલત છે પરંતુ જગતનો તાત નફા નુકસાન જોયા વગર પોતાનું ધાન બચાવી રહ્યો છે. તેવામાં સવેદનશીલ સરકાર નાની સિંચાઇ વિભાગને કેનાલ ના નવીનીકરણ માટે રકમ ફાળવેછે કે કેમ તેતો જોવુજ રહ્યું

Advertisement

Trending

Exit mobile version