Connect with us

Panchmahal

કદવાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાનો અભાવ પ્રસુતા મહિલાઓને ઘોઘંબા રીફર કરવામાં આવે છે

Published

on

Due to lack of facilities at Kadwal Community Health Centre, women in labor are referred to Ghoghamba.

પ્રતિનિધિ, કાજર બારીયા

રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર કદવાલ પાવીજેતપુર તાલુકાનું સેન્ટર ગણાતા કદવાલમાં આવેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુવિધા ના અભાવે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તાલુકા નું વ્યાપાર ધંધાનું અને સામાજિક રીતે પણ ખૂબ જ મહત્વનું ગણાતું કદવાલ જેની આસપાસ લગભગ ૬૦ કરતાં વધારે ગામડાઓ આવેલા છે. અને આ બધા જ ગામડાના લોકો પ્રાથમિક સુવિધાઓ માટે કદવાલ સુધી આવતા હોય છે. ત્યારે કદવાલમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠીયા સમાન લાગી રહ્યું છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આરોગ્યની સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાના પ્રયાસો ઉપર પાણી ફેરવવાનો જાણે કે કોન્ટ્રાક્ટ લીધો હોય તેમ કદવાલના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અહીં આવતા દર્દીઓને કોઈપણ પ્રકારની સુવિધા મળતી નથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોવા છતાં અહીં પ્રસુતા બહેનોને પ્રસુતિ કરાવવામાં આવતી નથી અને દર્દીઓને ઘોઘંબા સુધી દોડાવવામાં આવે છે. ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એવી તો શું મજબૂરી છે કે અહીંયા તાલુકામાંથી આવતી ગ્રામ્ય વિસ્તારની ગરીબ અને આદિવાસી મહિલાઓને પ્રસુતિની પીડા ઉપડે ત્યારે તબીબ દ્વારા કદવાલ ખાતે ડીલેવરી ની સુવિધા પૂરી પાડવામાં આવતી નથી અને પ્રસુતા મહિલાઓને ઘોઘંબા રીફર કરવામાં આવે છે.

Advertisement

Due to lack of facilities at Kadwal Community Health Centre, women in labor are referred to Ghoghamba.

આ ઉપરાંત અહીંયા પોસ્ટમોર્ટમ રૂમ હોવા છતાં અહીંયા પીએમ પણ કરવામાં આવતું નથી તેવી લોક ફરિયાદ ઉઠવા પામી છે ગામડામાંથી આવતા દર્દીઓને તબીબ અને સ્ટાફ દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવતું હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. અને કદવાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર એટલે ગંદકીનો એક પર્યાય બની ગયું હોય તેમ સ્વચ્છતા ના નામે મીંડું જોવા મળે છે. કોઈપણ જવાબદાર અધિકારી અહીંયા કોઈપણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવા માટે તૈયાર નથી. ત્યારે રાજકીય રીતે પણ ખૂબ જ મહત્વ ધરાવતું કદવાલ દીવા તરે અંધારા જેવુ છે અહીં જિલ્લાના મોટા નેતાઓ પણ વસવાટ કરતા હોવા છતા અહીના દર્દીઓ આરોગ્ય સેવા થી વંચિત છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રમણભાઇ બારીયાએ આ અંગે અનેક રજૂઆતો કરી છતાં કોઈ નિરાકરણ આવતું નથી. પોતાના મતદારો પ્રતિ સંવેદનશીલ રમણભાઈ વારંવાર તંત્ર નુ ધ્યાન દોરે છે પરંતુ જાડી ચામડી નુ નફ્ફટ તંત્ર કોઈને ગાંઠતું નથી પોતાના સ્થાનિક મતદારો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને સુખાકારીનો વિચાર કરી તંત્ર ને વારંવાર રજૂઆત કરી રહ્યા છે આ વિસ્તારની પ્રજા પોતાના રાજકીય આગેવાન બધુ સારુ કરશે તેવી આશા રાખી રહી છે
ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઓનો પૂરેપૂરો લાભ કદવાલ અને આજુબાજુના ગામડાના લોકોને મળે તેવી ખાસ લોક માંગ ઉઠવા પામી છે. અને આ અંગે જિલ્લા તેમજ તાલુકામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ મુદ્દાને ધ્યાન ઉપર લઈ વહેલામાં વહેલી તકે કદવાલ સામુંહિક આરોગ્ય કેન્દ્રમાં તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રયાસો હાથ ધરે તેવી લોકો આશા રાખી રહ્યા છે જો તંત્ર આમજ નિંદ્રાધીન રહેશે તો આ વિસ્તારના લોકો ના છૂટકે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરશે તેવા સંજોગો વર્તાઇ રહ્યા છે

  • કદવાલ રેફરલ હોસ્પિટલ નો નોંધ લેવા જેવો કિસ્સો ડિલેવરીના કેસને ગંભીર હોવાનું જણાવી ઘોઘંબા રીફર કરતાં રસ્તા માં સગર્ભા મહિલાની ૧૦૮માં નોર્મલ ડિલેવરી થઈ
  • પોસ્ટમોર્ટમ રૂમ હોવા છતાં અહીંયા પીએમ પણ કરવામાં આવતું નથી
  • કાયમી ધોરણે કદવાલ રેફરલ હોસ્પિટલ જાણે બીમારીમાં પટકાઇ હોય તેમ આરોગ્ય સુવિધાનો અભાવ વર્તાઇ રહ્યો છે
  • કદવાલ વિસ્તાર ની પ્રજા પ્રતિ સંવેદનશીલ રમણભાઈ વારંવાર તંત્ર નુ ધ્યાન દોરે છે પરંતુ જાડી ચામડી નુ નફ્ફટ તંત્ર કોઈને ગાંઠતું નથી
  • કદવાલ રેફરલ હોસ્પિટલ 24×7 આરોગ્ય સેવા ધરાવે છે પરંતુ તે પ્રમાણે ની સુવિધા આપવામાં આવતી નથી
  • કદવાલ થી ડિલેવરી ના કેશો ઘોઘંબા કેમ મોકલવામાં આવેછે તે તપાસ નો વિષય છે ?????
error: Content is protected !!