Gujarat
સિંચાઈ કેનાલમાં પાણી ના આવતા ખેડૂતોના હવાતીયાં ડીઝલ પંપ વડે પાણી સિંચી મહામૂલો પાક બચાવ્વા મજબૂર
(સાવલી)
સાવલી તાલુકામાં ખેડૂતો ને સિંચાઈ માટે કેનાલનું પાણી આવતું ન હોવાથી ખેડૂતોએ ડીઝલ પંપ વડે પાણી સિંચીને પોતાનો મહામૂલો પાક બચાવવા હવાતિયાં કરતા જોવા મળી રહ્યા છે અને વહેલી તકે કેનાલોમાં પાણી છોડાય તેવી માંગ ઉઠી છે
સાવલી તાલુકા માં ચાલુ સાલે ભારે મુશળધાર વરસાદ ના પગલે સૌથી વધુ આર્થિક નુકસાન ભોગવવાનો ખેડૂતને વારો આવ્યો છે પોતે વાવેલો પાક ત્રણ ત્રણ વખત વરસાદમાં નષ્ટ થઈ જવાના પગલે ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતો વર્ષ ભેગા થવા માટે દેવું કરીને પણ નવા પાકની વાવણી કરી છે જેમાં મુખ્યત્વે કપાસ દિવેલા તમાકુ શાકભાજી ઘઉં ડાંગર જેવા મુખ્યત્વે પાકો છે સામાન્ય રીતે નવરાત્રીના દિવસોથી ઠંડીની શરૂઆત થઈ જાય છે પરંતુ ચાલુ સાલે આજ દિન સુધી દિવસમાં ભારે ગરમીનો અહેસાસ થાય છે જેના કારણે ખેતરોમાંથી ભેજ ઉડી ગયો છે અને ખેડૂતોએ વાવેલો પાક બળવા લાગ્યો છે અને પોતાનો મહામૂલો પાક બળી જવાથી બચાવા માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે તાલુકાની મોટાભાગની ખેતી કેનાલ આધારિત છે જ્યારે કેટલાક સુખી સંપન્ન લોકો પોતાનો ટ્યુબવેલ અને કુવા વડે સિંચાઈ કરીને પાકને બચાવી લે છે પરંતુ તેમાં પણ આઠ કલાક થ્રી ફેજ લાઈટ મળતી હોવાથી ભારે હાલાકી ભોગવવી પડે છે તેના કારણે તાલુકાના ખેતરો નદીનાળા અને ગટરોમાં ભરાયેલા વરસાદી પાણી ડીઝલ પંપ ( ડનકી મશીન )વડે ખેંચીને પોતાનો પાક બચાવવાની વેતરણ માં જોતરાઈ ગયા છે એક બાજુ કુદરતી માર તેમજ ભૂંડ નીલગાય તેમજ જીવાત અને મોંઘા ખાતર અને ખાતર ની અછત જેવી સમસ્યા થી પીડાઈ રહેલા તાલુકાના ખેડૂતોને હાલ નવી સમસ્યા સિંચાઈની પાણીની આવી છે અને તેનો સામનો કરવા માટે ખેડૂતો ફાફા મારી રહ્યા છે જ્યારે બીજી બાજુ સમગ્ર તાલુકાની કેનાલો સૂકી ભઠ્ઠ હોવાના કારણે ખેડૂતો ભારે લાચારી ની ખેતી માં મુકાઈ ગયા છે અને વેચાતું પાણી લઈને પોતાનો પાક બચાવવામાં પડી ગયા છે ત્યારે સૌ ખેડૂતો એકી અવાજે વહેલી તકે તાલુકાની તૂટેલી કેનલો રિપેર થાય અને ઝાડી ઝાંખરા સાફ થાય અને કેનલોમાં પાણી છોડાય તેવી માંગ કરી રહ્યા છે જાણવા મળ્યા મુજબ ચોમાસામાં ભારે ના કારણે થયેલ પાક નું નુકશાન રાજ્ય સરકાર તરફથી હજુ સુધી પાક વળતર પણ મળ્યું નથી ત્યારે રાજ્યની ડબલ એન્જિનની સરકાર તાલુકાના ખેડૂતોની વ્યથા ને સમજીને વહેલી તકે પાક નુકસાનીનું વળતર અને કેનલોમાં પાણી છોડાય તેવી ઉગ્ર માંગ ઉઠી છે
તસવીરમાં સાવલી તાલુકાના ખેડૂતો ડીઝલ પંપ વડે પાણી ખેંચીને પોતાનો પાક બચાવતા અને સૂકી કેનાલો નજરે પડે છે