Panchmahal
અંધેર વહીવટ થી ઘરે ઘરે પાણી નળ વાટે નહીં રસ્તા અને ગટરો મારફતે પહોચી રહ્યુ છે
પંચમહાલ જિલ્લા ના ઘોઘંબા તાલુકા માં પાણીની તંગી વચ્ચે ગંભીરપુરા બોરીયામાં પાણીનો વેડફાટ મહામુલુ પાણી રસ્તા તથા ગટરો માં વહી રહ્યું છે સરકાર દ્વારા દરેક ઘરમાં પાણી પહોંચાડવા માટે નલ શે જલ યોજના અમલમાં મૂકી છે. ઘોઘંબા તાલુકામાં આ યોજના પાછળ પાણીની જેમ પૈસા વાપર્યા છતાં કોઈ લાભાર્થી ના ઘર સુધી પાણી પહોંચ્યું નથી કોઈ ગામમાં આ યોજના પૂર્ણ થઈ જ નથી સરકારે ઘરે ઘરે પાણી પહોંચે તેવા પ્રયાસો કર્યા છે ત્યારે ગમીરપુરા બોરીયામાં ઘરે-ઘરે પાણી પહોંચી રહ્યું છે.
પરંતુ આ પાણી નળ વાટે નહીં પરંતુ ટાંકીમાં લીકેજને કારણે વેડફાતું પાણી રસ્તા તથા ગટરો મારફતે લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે ગુજરાતમાં પાણીનો કકડાટ ચાલુ થઈ ગયો છે જ્યારે આગામી વિશ્વયુદ્ધ પાણીની કટોકટી કારણે લડાશે તેવી આગાહી કરાઇ રહી છે ત્યારે ગમીરપુરા બોરીયામાં મહામૂલા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે લીકેજ ટાંકીનું પાણી વહીવટના અભાવે રસ્તા, ગટરો અને લોકોના ખેતરમાં વહી જતાં આમ આદમી પાર્ટીના ભરત રાઠવા દ્વારા આ અંગે લાગતા વળતા અધિકારીને મૌખીક તથા લેખિત જાણ કરી ત્યારે વહીવટી કર્મચારીએ લેખિત રજૂઆતના કાગળની નાવડી બનાવી વેડફાઈ રહેલા વહેતા પાણીમાં તરતી મૂકી દીધી હતી અને રજૂઆત નો છેદ ઉડાડયો હતો.