Connect with us

Chhota Udepur

સુરખેડાથી રૂનવાડ વચ્ચેના રોડમાં રીપેરીંગ કામ કરવાનું હોવાથી ડાયવર્ઝન આપવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

Published

on

due-to-repair-work-on-the-road-between-surkheda-and-roonwad-a-notice-was-issued-to-provide-diversion

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ–૫૬ ઉપર છોટાઉદેપુરથી ફેરકુવા જતા સુરખેડાથી રૂનવાડ વચ્ચે આવેલ નવી આર.ટી.ઓ ચેક્પોસ્ટ પાસેનાં કિ.મી ૩૮૦/૭૦૦ એ સ્લેબ કલ્વર્ટને અજાણ્યા ભારે વાહનથી અકસ્માત થતાં થયેલ નુકશાનનાં મરામતની કામગીરી ટુંક સમયમાં શરૂ થવાની હોઈ, રસ્તા પરના ટ્રાફિક ભારણને જોતાં કામગીરી દરમ્યાન સુચારૂ રૂપે ટ્રાફિક નિયમન માટે ભારે વાહનો સહિત તમામ વાહનો માટે તા.૧૪/૦૬/૨૦૨૩ થી તા.૧૦/૦૭/૨૦૨૩ સુધી ડાયવર્ઝન કરવા કાર્યપાલક ઇજનેર, વડોદરાએ કરેલી માંગણીને આધારે છોટાઉદેપુર જીલ્લાના જીલ્લા કલેકટર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩-૧ હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

Advertisement

due-to-repair-work-on-the-road-between-surkheda-and-roonwad-a-notice-was-issued-to-provide-diversion

આ જાહેરનામાં પ્રમાણે ડાયવર્ઝન વિગત નીચે પ્રમાણે રહેશે. રાષ્ટ્રીય ધોરી માર્ગ -૫૬ પર સુરખેડાથી રૂનવાડ વચ્ચે નવી આરટીઓ ચેકપોસ્ટ પાસે આવેલ સ્લેબ ક્લ્વર્ટને અડીને આવેલ આરટીઓ ચેકપોસ્ટ નો માર્ગ પરથી પસાર થઈ શકશે. કા.પા ઇજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, વડોદરા દ્વારા ડાયવર્ઝન અંગે તથા ગતિ સીમા અંગે સાઈન બોર્ડ લગાવવાના રહેશે. ટ્રાફિક નિયમન માટે પોલીસ દ્વારા જરૂરી પોલીસ બંદોબસ્ત રાખવાનો રહેશે. આ જાહેરનામાંના સમયગાળા દરમિયાન સ્લેબ ક્લ્વાર્તની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. આ જાહેરનામાનો સમયગાળો૧૯/૦૬/૨૦૨૩થી ૧૦/૦૭/૨૦૨૩ સુધીનો રહેશે.

Advertisement
error: Content is protected !!