Vadodara
ખેડુતની મહેનત ઉપર નર્મદા યોજનાની ભૂગર્ભ લાઇનની લીકેજ નું પાણી ફરી વળ્યુ
(ઇકબાલ લુહાર દ્વારા)
સાવલી પંથક સહિત રાજ્યમાં ખેડૂતો ને બે દિવસ થી કુદરતી આફત માવઠા નો માહોલ હતો અને અનેક ઉનાળુ પાકમાં અસર જોવા મળીછે જ્યારે સાવલી ની સીમ ના તમાકુ ના ખેતરમાં નર્મદા સિંચાઈ યોજના સંચાલિત ભૂગર્ભ પાણી ની લાઇન માં લીકેજ ના કારણે પાણી ફરીવળતાં ખેડૂત ને રાતાંપાણી એ ન્હાવા નો વારો આવ્યો
હવામાન વિભાગ ની આગાહી મુજબ રાજ્ય ના અનેક વિસ્તારોમાં પવન વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયોછે અને અનેક વિસ્તારોમાં બરફ ના કરા પણ પડ્યા છે જેની અસર જનજીવન સહિત ખાસ કરીને ઉનાળુ પાક ની ખેતી કરતાં ખેડૂતો માં જોવા મળી રહી છે વડોદરા જિલ્લાના સાવલી ગામ ની સીમમાં ધર્મેશભાઈ બ્રહ્મભટ્ટ નું સર્વે નમ્બર ૧૧૮૭ ખેતર આવેલુંછે અને ખેતર પાસે થી નર્મદા ના નીર ની રસુલપુરમાઇનોર કેનાલ ગેટ નમ્બર CH 1558,45 આવેલું છે જેમાં ખેતીસિંચાઈ ના પાણી વહી રહ્યાંછે ત્યાં થી ભૂગર્ભ પાઇપ લાઇન દ્વારા ખેતરોમાં પોહચે છે
જેમાં ભંગાણ થતાં સાત વિઘા જમીન ના ખેતરમાં તમાકુ ના ઉભા પાક માં પાણી ફરી વળતાં ખેડૂત ને પડતાં પર પાટું જેવા હાલ થતાં રાતાંપાણી એ રડવાનો વારો આવ્યો છે અને કોના વહીવટ ચૂક ના કારણે ખેડૂત ને નુકસાન વેઠવા નો વારો આવ્યો જવાબદાર કોણ અને વળતર ની માગણી કોની પાસે કરવી ની વ્યથા જગત નો તાત કહેવાતા ખેડૂત એ ઠાલવી હતી આ બાબતે નર્મદાનહેર વિભાગ ના અધિકારીઓ ની કચેરી એ કોઈ પણ મળ્યું ન હતું અને ટેલિફોનિક સંપર્ક કરતાં એક બીજા અધિકારી ના માથે ઢોળી ભૂગર્ભસિંચાઈ ની પાઇપ લાઇન નું મેન્ટેનન્સ પિયત મંડળીઓ કરશે જેવા જવાબ આપ્યા હતાં