Gujarat
કમોસમી માવઠા થી ખેડૂતો પાયમાલ એક સાંધે ને તેર તૂટે જેવા હાલ
(સુરેન્દ્ર શાહ દ્વારા)
હાલના તબક્કે ખેડૂતોને કુદરત હવામાન સાથે તંત્ર એ ચારે બાજુથી ઘેરીને તમાસ બીન બનાવી દીધા છે ખેડૂતોની હાલત એક સાધે અને તેર તૂટે માંડ માંડ ખેડૂતો હળવા થયા છે અને આકાશી ખેતી તરફ મીટ માડીને બેઠા છે ખેડૂતો માટે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો માટે માઠા સમાચાર આપતા હવામાન વિભાગ જણાવે છે કે તારીખ 28 મે અને તારીખ 29 મેના રોજ રાજ્યના અમુક વિસ્તારોમાં કમ મોસમી વરસાદ થશે જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ખેડૂતો માટે ચિંતા નો વિષય છે જો કે આ અંગે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ કારણોમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ અને સાઈકોલોજીક સર્ક્યુલેશન સક્રિય થયું છે જે ક્રમશઃ આગળ વધી રહ્યું છે.
અને આને લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે તથા માછીમારોને આદેશ આપવામાં આવ્યું છે કે ત્રણ દિવસ સુધી તેઓ દરિયો ન ખેડે તે તેમના હિતમાં હશે આ ઉપરાંત હાલમાં ચાલતી અસહ્ય ગરમીમાં નાગરિકોને બે થી ત્રણ ડિગ્રી ગરમી ઓછી થશે જેથી ગરમીમાં રાહત રહેશે ખેડૂતો માટે રાહતની વાત એ છે કે હાલમાં વરસાદની સિઝન આવવાની હોવાથી તેઓ તેમના ખેતરોની સાફ સફાઈમાં લાગ્યા હશે માટે પાક બગાડવાની શક્યતા ઓછી છે પરંતુ મૂંગા પશુઓ માટે સ્ટોરેજ કરવામાં આવેલ ઘાસચારો બગડે નહીં તેની ચિંતામાં ખેડૂતો રાખે છે આ ઉપરાંત જે ખેડૂતો રોકડિયા પાક તરફ વળ્યા છે જેવો શાકભાજી અને ફૂલોની ખેતી કરે છે તેવો માટે આ આગાહી ખતરાની ઘંટીડી બરાબર છે કારણ માવઠું થાય તો શાકભાજી અને ફૂલોની ખેતીને નુકસાન થાય