Connect with us

Gujarat

ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે કપાસ સહિતના પાકને થયું ભારે નુકસાન

Published

on

Due to unseasonal rains in Gujarat, crops including cotton were severely damaged

ગુજરાતમાં (Gujarat) દાહોદ, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. તો ઘણા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.

માવઠાએ ફરી ગુજરાતના ધરતીપુત્રોના હાલ બેહાલ કરી દીધા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના શહેરો સહિત જિલ્લામાં ભરશિયાળે માવઠું થતા ખેડૂતો ચિંતિત થયા છે. કમોસમી વરસાદના કારણે ફરી જગતના તાતની હાલત કફોડી બની છે. ગુજરાતમાં દાહોદ, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. તો ઘણા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો પાક કમોસમી વરસાદના કારણે બરબાદ થઇ ગયો છે.

Advertisement

ખેડૂતોને વરસાદથી મોટુ નુકસાન
પંચમહાલના કાલોલમાં કમોસમી વરસાદથી રાયડો બરબાદ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કડકડતી ઠંડી વચ્ચે માવઠું થતા મકાઈ, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું હતું. એક વીઘે અંદાજીત 10 હજાર કરતા વધુ ખેડૂતોને નુકસાન થયું છે. મોંઘા ભાવના બિયારણ લાવીને ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું. ત્યારે માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે.

Due to unseasonal rains in Gujarat, crops including cotton were severely damaged

ખેડા અને આણંદમાં વરસાદ
તો આ તરફ ભરશિયાળે ખેડાના ગળતેશ્વર તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડયા. ડાકોર, ઠાસરા, નેશ, કાલસર, રામપુરા, નડિયાદ, મહુધા, પીજ, વસો સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો. માવઠાના પગલે ડાકોરમાં ભક્તો અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા. વરસાદના પગલે તમાકુ, ડાંગર સહિતના ઉભા પાકને નુકસાન થવાની સંભાવના છે.

Advertisement

દાહોદમાં સિંગવડ અને સંજેલીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સીગવડ, ઝાલોદ, ફતેહપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભરશિયાળે માવઠું પડવાના કારણે ખેડૂતો બન્યા ચિંતાતૂર બન્યા છે. તો વડોદરામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. કડકડતી ઠંડી વચ્ચે વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો.

ઘઉં, બાજરી, મકાઈ, ચણાનો પાક પલળી ગયો
તો હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સંતરામપુર, ખાનપુર, વિરપુર, બાલાસિનોર, લુણાવાડા અને કડાણા તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા. માવઠાના પગલે ખેડૂતોએ વાવેતર કરેલા ઉભા પાકને નુકસાન થયું હતું. ઘઉં, બાજરી, મકાઈ, ચણા, શાકભાજી સહિત ઘાસચારાને નુકસાન થવાની સંભાવના છે. આ તરફ ભરૂચના કાવી ગામે કમોસમી વરસાદ પડયો. બીજી તરફ અરવલ્લીના મોડાસામાં વરસાદી માહોલ છવાતા શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે. માવઠાના પગલે તમાકુ, કપાસ, ડાંગર સહિતના ઉભા પાકને ભારે નુકસાન થયું છે.

Advertisement
error: Content is protected !!