Gujarat
ડમીકાંડ: 9 કલાકની પૂછપરછ બાદ યુવરાજસિંહ જાડેજા અને તેમના સાથીદારો સામે ગુનો નોંધાયો
ભાવનગરના ડમી કાંડ દિવસેને દિવસે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે વિદ્યાર્થીનેતા યુવરાજ છે દ્વારા નામનો જાહેર કરવા ખંડણી હોવાનો આરોપ લાગ્યો હતો અને ત્યારબાદ ભાવનગર પોલીસ દ્વારા તેમનો સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જેને લઇ બાદ યુવા નેતા યુવરાજસિંહ જાડેજા આજે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થયો હતો અને સદન 9 કલાકની પૂછપરછ બાદ ભાવનગર પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજ સિંહ જાડેજા સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ છે. જેમાં IPC કલમ – 386, 388, 120(B),114 હેઠળ યુવરાજ સિંહ વિરુદ્ધ કાર્યવાહી થશે. સાથે જ તેમના સાથીદારો શિવુભા જાડેજા,ઘનશ્યામ લાધવા, બિપીન ત્રિવેદી સામે પણ ગુનો નોંધાયો, IPC 386,388 અને 120 B હેઠળ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યા છે.
સમગ્ર ઘટના મામલે ભાવનગરના રેંજ આઈજી ગૌતમ પરમારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને યુવરાજસિંહ જાડેજા પાસેથી પુછપરછમાં મળેલી માહિતી વિશે વિગતવાર માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, યુવરાજસિંહને 19 એપ્રિલે કરેલી ફરિયાદના આક્ષેપોના આધારે તપાસ માટે બોલાવ્યા હતા પણ તબિયત નાદુરસ્ત હોવાનું કહી જવાબ માટે આવ્યા નહોતા. આજે ફરી સમન્સ આપી પુરાવા એકત્ર કરી ફરિયાદ નોંધી છે. યુવરાજસિંહે નાણાકીય વ્યવહાર અંગે પૂછપરછ કરતા ગોળ ગોળ જવાબ આપતા રહ્યા છે. પોલીસ પાસે હકીકત પ્રાપ્ત થઈ તે પ્રમાણે પ્રકાશ અને પ્રદીપ પાસેથી 1 કરોડથી વધુ રૂપિયા પડાવ્યા. હોવાના પણ સામે આવી છે આગામી દિવસોમાં યુવરાજસિંહ ને કોર્ટમાં રહેજો કરી રિમાન્ડ મેળવ્યા બાદ હજી પણ ઘણા બધા પુરાવા મેળવવાના છે તેમજ આજે તેઓએ પોલીસને પૂછપરછમાં સહયોગ ન આપતા વિમાન મળ્યા બાદ હજી પણ ઘણા બધા ખુલાસા થશે
ગૌતમ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, યુવરાજ સિંહે ગત 25 માર્ચના રોજ ભાવનગરમાં ઋષિ બારૈયાનો ડમી વિદ્યાર્થીનો વીડિયો ઉતારેલો હતો અને આ વીડિયોના આધારે પ્રકાશ દવે અને તેમની પત્નીને આ વિડીયો બતાવી ધમકી આપતા હતા. 25 માર્ચ બાદ ત્રણ દિવસ સતત પ્રેસર ટેકનિકથી પૈસા પડાવવા યુવરાજ સિંહે તખતો ઘડયો હતો. ત્યારબાદ યુવરાજના શાળાના ઓફિસ ખાતે પીકેને બોલાવી મિટિંગ કરવામાં આવી હતી. જેમાં સિધુભા જાડેજા, કાનભા જાડેજા, ઘનનશ્યામ રાંધવા સહિતની હાજરીમાં પીકે પાસે રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ પીકેના જણાવ્યા અનુસાર ઘણી આજીજી બાદ 45 લાખમાં ડીલ ફાઇનલ થઈ હતી.
રેંજ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, 55 લાખમાં ડિલ ફાઇનલ થતા પ્રદીપે પૈસા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ત્રણ ટુકડામાં પૈસા આપ્યા હતા. જેમાં 31 માર્ચે 15 લાખ શિવું ભાની ગાડીમાં આપ્યા હતા. બીજી વખત 17 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને 4 એપ્રિલે પ્રદીપ અને જીગાદાદા 13 લાખ આપવા ગયેલા જે યુવરાજસિંહને પહોંચાડ્યા હતા. પરંતુ યુવરાજે 5 એપ્રિલે પ્રેસ કોંન્ફરન્સમાં નામ નહિ ખોલતા પ્રદીપને હાશકારો થયો હતો.યુવરાજસિંહે આજે પૂછપરછ દરમિયાન વધુ 22 નામો આપ્યા છે. તેઓને પૂછપરછ માટે બોલાવી તપાસ કરાશે. જીતુ વાઘાણી અને આસિત વોરાના નામો અંગે કહ્યું હતું કે યુવરાજસિંહ દ્વારા તપાસનીશ અધિકારી સમક્ષ આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
*યુવરાજસિંહ દ્વારા બે લોકો પાસેથી એક એક કરોડની માંગવામાં આવી હતી: ભાવનગરના રેન્જ આઇ.જી ગૌતમ પરમાર